કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને મળશે દિવસે વીજળી, જાણો સંપુર્ણ માહિતી

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને મળશે દિવસે વીજળી, જાણો સંપુર્ણ માહિતી

કિસાન સૂર્યોદય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા માટે શરૂ કરવામાં આવેલી એક અગત્યની યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળીની સુવિધા પૂરી પાડવાનો છે જેથી તેઓ ખેતીના કામો સરળતાથી કરી શકે.

આ આર્ટીકલમાં કિસાન સૂર્યોદય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

કિસાન સૂર્યોદય યોજના

સુશાસન દિવસ નિમિતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ યોજના શરુ કરવામાં આવી છે. રાજ્યના 96 ટકા ગામોમાં યોજનાનો અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ કરવામાં આવ્યા છે. ગુજરાતના 18,225 ગામોમાંથી 17,193 ગામમાં 20,51,145 ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જેમાં 16,561 ગામોના 18,95,744 ખેડૂતોને હવે દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1,55,401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઊર્જામંત્રીદેસાઇએ જણાવ્યું કે, દિવસે વીજળી મેળવી રહેલા 16,561 ગામના ખેડૂતો પૈકી 11,927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8થી સાંજના 4 અને સવારે 9થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4,634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5થી બપોરના 1 અને બપોરના 1થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે.

ઉર્જા વિભાગની 6 નવી પેટા વિભાગીય કચેરીઓને મંજૂરી:

સુશાસનના ભાગ રૂપે આજે ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં નાનાચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે 251 જેટલા અધિકારી-કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને ૩ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે.

ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ 2,238 યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ 1,255 કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ દેશના 1 કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2 લાખ 42 હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર 900 મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

કિસાન સૂર્યોદય યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી: આ યોજનાનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય ખેડૂતોને દિવસ દરમિયાન વીજળીની સુવિધા પૂરી પાડવાનો છે જેથી તેઓ રાત્રિના સમયે વીજળી માટે રાહ જોવાના બદલે દિવસ દરમિયાન જ તેમના ખેતીના કામો પૂરા કરી શકે.
  • ખેતીની ઉત્પાદકતામાં વધારો: દિવસ દરમિયાન વીજળી મળવાથી ખેડૂતો પાસે વધુ સમય રહેશે અને તેઓ નવી તકનીકોનો ઉપયોગ કરીને ખેતીની ઉત્પાદકતામાં વધારો કરી શકશે.
  • ખેડૂતોની આવકમાં વધારો: ખેતીની ઉત્પાદકતા વધવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને તેઓ તેમનું જીવનધોરણ સુધારી શકશે.
  • ગ્રામીણ વિસ્તારોનો વિકાસ: આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થશે અને ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે.

કિસાન સૂર્યોદય યોજનાના ફાયદા:

  • ખેડૂતોને સમયની બચત: દિવસ દરમિયાન વીજળી મળવાથી ખેડૂતોને સમયની બચત થશે અને તેઓ અન્ય કામો માટે વધુ સમય આપી શકશે.
  • ખેતીની કામગીરીમાં સુધારો: વીજળીની સુવિધા મળવાથી ખેડૂતો પાણી પંપ ચલાવી શકશે, ખાતર છંટકાવ કરી શકશે અને અન્ય ખેતીની કામગીરી સરળતાથી કરી શકશે.
  • ખેતીની નવી તકનીકોનો ઉપયોગ: વીજળીની સુવિધા મળવાથી ખેડૂતો ખેતીમાં નવી તકનીકોનો ઉપયોગ કરી શકશે જેમ કે ડ્રિપ ઇરિગેશન, સ્પ્રિંકલર ઇરિગેશન વગેરે.
  • ખેતીની ઉત્પાદકતામાં વધારો: નવી તકનીકોનો ઉપયોગ કરવાથી ખેતીની ઉત્પાદકતામાં વધારો થશે અને ખેડૂતો વધુ પાક ઉત્પન્ન કરી શકશે.
  • આવકમાં વધારો: વધુ પાક ઉત્પન્ન થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓ તેમનું જીવનધોરણ સુધારી શકશે.

કિસાન સૂર્યોદય યોજના માહિતી પોસ્ટર/ Photos :

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ કિસાન સૂર્યોદય યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને મળશે દિવસે વીજળી, જાણો સંપુર્ણ માહિતી

કિસાન સૂર્યોદય યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

કિસાન સૂર્યોદય યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : કિસાન સૂર્યોદય યોજના :

પ્રશ્ન-1 : કિસાન સૂર્યોદય યોજના શું છે?

જવાબ : ખેડૂતોને દિવસ દરમિયાન વીજળીની સુવિધા પુરી પાડતી યોજના

પ્રશ્ન-2 : કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કેટલા જિલ્લાઓને લાભ મળશે?

જવાબ : ગુજરાત રાજયના તમામ જિલ્લાઓ

પ્રશ્ન-3 : કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?

જવાબ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા

પ્રશ્ન-4 : કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત શું લાભ થશે?

જવાબ : ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ મળશે

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં કિસાન સૂર્યોદય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.