પીએમ કુસુમ યોજના | Pm Kusum Yojana Gujarat

પીએમ કુસુમ યોજના | Pm Kusum Yojana Gujarat

પીએમ કુસુમ યોજના એ ભારત સરકારની એક મહત્વની યોજના છે જેનો મુખ્ય હેતુ ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના દ્વારા ખેડૂતોને સોલર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે.

આ આર્ટીકલમાં પીએમ કુસુમ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

પીએમ કુસુમ યોજના

પ્રધાનમંત્રિ કુસુમ યોજના (PM KUSUM Yojana) મુખ્યત્વે ખેડૂતો માટે તૈયાર કરવામાં આવી છે, જે તેમની સિંચાઈ જરૂરિયાતોને પૂરું પાડવામાં સૌરઊર્જાનો ઉપયોગ કરે છે. આ યોજના હેઠળ, ખાસ કરીને તે ખેડૂતો જેમણે ડીઝલ પંપનો ઉપયોગ કરી સિંચાઈ કરી રહ્યા છે, તેમને સૌર પંપ આપી, પાવર બિલમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે. આ યોજના હેઠળ સૌર પંપ પ્રદાન કરવા માટે 90% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે.

ખેતી કરવા માટે જમીન અને પાણી પાયાની જરૂરિયાતો છે. ખેતી માટે બોર દ્વારા પાણી મેળવતા ખેડૂતો માટે વીજ પુરવઠો પણ એટલો જ અગત્યનો છે. પાકને પાણીની જરૂર હોય ત્યારે સમયસર અને જરૂરિયાત અનુસારનો વીજ પુરવઠો ન મળે તો પાણીના અભાવે પાકને નુકસાન થાય. અંતરિયાળ વિસ્તાર હોય અને ત્યાં આ સમસ્યા વિશેષરૂપથી નડે. વીજ માળખુ ન હોય ત્યાં ઘણાબધા ખેડૂતો ડિઝલ પંપ સેટનો ઉપયોગ કરે છે. જો કે ડિઝલનાં વધતા જતા ભાવો, તેનું સ્ટોરેજ અને તેનાં ઉપયોગથી પ્રદૂષણ થતુ હોવાનાં પ્રશ્ન રહે છે. જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો વિજળી માટે પરંપરાગત પધ્ધતિઓ પર આધારિત ન રહે અને તેમને જોઈતો વીજપુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા "પીએમ કુસુમ યોજના" શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સિંચાઈ અર્થે સોલાર પંપ સેટ આર્થિક સહાય આપવામાં આવે છે.

પીએમ કુસુમ યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • ખેડૂતોની આવક વધારવી: સૌર પંપો અને સોલર પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરીને.
  • સિંચાઈ સુવિધાઓમાં સુધારો: સૌર પંપો દ્વારા સતત પાણી પુરવઠો.
  • પર્યાવરણનું રક્ષણ: ફોસિલ ફ્યુઅલના ઉપયોગને ઘટાડીને.
  • ગ્રામીણ વિકાસ: રોજગારની તકો ઉભી કરીને.

પીએમ કુસુમ યોજનાના મુખ્ય લાભો:

  • આર્થિક સશક્તિકરણ: સૌર ઉર્જા વેચીને ખેડૂતો તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
  • સિંચાઈ સુવિધાઓમાં સુધારો: સૌર પંપો દ્વારા ખેડૂતોને સતત પાણીનો પુરવઠો મળે છે, જેનાથી પાક ઉત્પાદન વધે છે.
  • ઊર્જા ખર્ચમાં ઘટાડો: ડીઝલ જેવા પરંપરાગત ઇંધણના ઉપયોગમાં ઘટાડો થવાથી ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે.
  • સરકારી સહાય: સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીઓથી ખેડૂતોને સૌર ઉર્જા સંસ્થાપનો માટે આર્થિક મદદ મળે છે.
  • રોજગારની તકો: સૌર ઉર્જા ક્ષેત્રમાં નવી નોકરીઓ ઉભી થવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો વધે છે.

પીએમ કુસુમ યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. બેંક પાસબુક
  4. મોબાઈલ નંબર
  5. 7/12, 8-અ
  6. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  7. વર્તમાન સિંચાઈ સુવિધાઓ અંગેના દસ્તાવેજો

પીએમ કુસુમ યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • ખેડૂત હોવું: તમે ખેતી કરતા હોવા જોઈએ અને તમારી પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
  • ભારતનો નાગરિક હોવો: તમે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આવક મર્યાદા: કેટલાક કિસ્સાઓમાં, આવક મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે.
  • જમીનની માલિકી: તમારી પાસે જે જમીન પર સોલર સિસ્ટમ લગાવવાની છે તેની માલિકી તમારી પાસે હોવી જોઈએ.

પીએમ કુસુમ યોજના પોર્ટલ/વેબસાઈટ :

પીએમ કુસુમ યોજના પોર્ટલ : https://pmkusum.mnre.gov.in/
આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 18001803333

પીએમ કુસુમ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

પીએમ કુસુમ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : પીએમ કુસુમ યોજના :

પ્રશ્ન-1 : પીએમ કુસુમ યોજના શું છે?

જવાબ : પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાનનું ટૂંકું નામ

પ્રશ્ન-2 : પીએમ કુસુમ યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ : મુખ્યત્વે ખેડૂતોને

પ્રશ્ન-3 : પીએમ કુસુમ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

જવાબ : તમારે નજીકના કૃષિ વિભાગ અથવા બેંકનો સંપર્ક કરવો પડશે

પ્રશ્ન-4 : પીએમ કુસુમ યોજના હેઠળ કઈ સુવિધાઓ મળે છે?

જવાબ : સોલાર પંપ માટે સબસિડી તથા સોલાર પાવર પ્લાન્ટ માટે સબસિડી

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પીએમ કુસુમ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.