ખેડુતો માટે ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી કરાવવું ફરજિયાત, 2000ના હપ્તા માટે ફરજિયાત કરવુ પડશે ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી
ખેડૂત ફાર્મ રજિસ્ટ્રી એ ખેડૂતોની વિગતો જેવી કે તેમનું નામ, સરનામું, જમીનની માલિકી, પાક વગેરેની એક ડેટાબેઝ છે. આ રજિસ્ટ્રી સરકારને ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓને અમલમાં મૂકવામાં મદદ કરે છે.
આ આર્ટીકલમાં ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી
એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ભારત અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે ખેડૂતો માટે એક નવું આઈડી કાર્ડ બનાવી રહી છે. આ આઈડી કાર્ડ આધાર કાર્ડની જેમ જ તમારી ઓળખ દર્શાવશે, પરંતુ આમાં તમારી ખેતીની જમીન અને અન્ય વિગતો પણ સામેલ હશે. આગામી ડિસેમ્બરના "પીએમ કિસાન યોજના" હપ્તાનો લાભ લેવા માટે આ આઈડી હોવું ફરજિયાત છે. ગુજરાતમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂતોની નોંધણી શરૂ થઈ છે.તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર (VCE)નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઈ ખેડુત ફાર્મા રજીસ્ટ્રી ન કરે તો તેમને પી.એમ.કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહિ.
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રીના મુખ્ય ઉદ્દેશો:
- ખેડૂતોની ઓળખ: દરેક ખેડૂતને અનન્ય આઈડી આપીને તેમની ઓળખ સરળ બનાવવી.
- ખેતીની જમીનની માહિતી: ખેડૂતની પાસેની જમીનની વિગતો નોંધવી.
- ખેતીના આંકડા એકત્રિત કરવા: ખેડૂતોની સંખ્યા, પાક વગેરે જેવા આંકડા જાણવા.
- સરકારી યોજનાઓ: ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે.
- કૃષિ વીમા અને બેંકિંગ: ખેડૂતોને વીમા અને બેંકિંગ સેવાઓનો લાભ મળી રહે.
- ખેતીના સાધનો અને બજાર: ખેડૂતોને જરૂરી સાધનો અને તેમના પાકનું સારું ભાવે વેચાણ કરવામાં મદદ મળે.
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રીના મુખ્ય લાભો:
- સરકારી યોજનાઓ: સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા સરળ બને છે.
- કૃષિ વીમા: પાક વીમા જેવી યોજનાઓમાં સરળતાથી નોંધણી થઈ શકે છે.
- બેંકિંગ સુવિધા: કિશાન ક્રેડિટ કાર્ડ, લોન વગેરે જેવી બેંકિંગ સુવિધાઓ સરળતાથી મેળવી શકે છે.
- સહાય: કૃષિ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો સરકારી તંત્ર દ્વારા સરળતાથી મદદ મળી શકે છે.
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી માટે જરૂરી દસ્તાવેજો:
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- જમીનના દસ્તાવેજો (7/12 અને 8-અ)
- મોબાઇલ નંબર
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી માટે લાભાર્થીની લાયકાત[પાત્રતા] :
- ખેડૂત હોવું: તમારે ખેતી કરતા હોવા જોઈએ અથવા ખેતીની જમીન હોવી જોઈએ.
- ભારતીય નાગરિક: તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી પોર્ટલ/વેબસાઈટ :
- ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી પોર્ટલ : https://gjfr.agristack.gov.in
ફાર્મર રજીસ્ટ્રી માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું:
- વેબસાઇટ પર જાઓ: સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ ખોલો.
- નવું એકાઉન્ટ: "ફાર્મર લોગિન" વિભાગમાં "Create New Account" પર ક્લિક કરો.
- આધાર નંબર દાખલ કરો: તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
- OTP વેરિફિકેશન: તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો.
- મોબાઇલ નંબર દાખલ કરો: તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ફરીથી OTP વેરિફિકેશન કરો.
- પાસવર્ડ સેટ કરો: એક મજબૂત પાસવર્ડ સેટ કરો.
- લોગિન કરો: નવા પાસવર્ડથી લોગિન કરો.
- માહિતી વેરીફાય કરો: તમારી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, સરનામું વગેરે ચકાસો અને જરૂર હોય તો સુધારો કરો.
- જમીનની માલિકી: "Land ownership" માંથી "Owner" પસંદ કરો.
- જમીનની વિગતો: તમારી જમીનનો સર્વે નંબર, ખેતરનું નામ વગેરે દાખલ કરો.
- વેરિફિકેશન: દાખલ કરેલી માહિતી ચકાસો અને સેવ કરો.
- ઇ-સાઇન: "Proceed to E-Sign" પર ક્લિક કરો.
- આધાર વેરિફિકેશન: ફરીથી આધાર વેરિફિકેશન કરો.
- સબમિટ: સબમિટ કર્યા બાદ તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે.
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી સંપૂર્ણ માહિતી Pdf Download:
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી વિષે સંપૂર્ણ માહિતી નીચે PDF માં આપેલ છે.ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ : ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી :
પ્રશ્ન-1 : ખેડૂત ફાર્મ રજિસ્ટ્રી ક્યાં કરાવવી?
જવાબ : સરકારની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી અથવા નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરીને ઓફલાઈન અરજી છો
પ્રશ્ન-2 : ખેડૂત ફાર્મ રજિસ્ટ્રી કરાવવા માટે કેટલો સમય લાગે છે?
જવાબ : 7 દિવસથી લઈને 1 મહિનો
પ્રશ્ન-3 : ખેડૂત ફાર્મ રજિસ્ટ્રી કરાવવા માટે કોઈ ફી લાગે છે?
જવાબ : ના
પ્રશ્ન-4 : ખેડૂત ફાર્મ રજિસ્ટ્રી કોણ કરી શકે છે?
જવાબ : ગુજરાત રાજ્યના ખેડૂતો
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ખેડૂત ફાર્મા રજીસ્ટ્રી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation