ટ્રેક્ટર સહાય યોજના 2024 | Tractor Sahay Yojana [2024]
આ આર્ટીકલમાં ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપવા જઈ રહ્યા છીએ. ટ્રેક્ટર સહાય યોજના અરજી ફોર્મ વગેરે જેવી માહિતી આપી છે.
Tractor Sahay Yojana 2024 માધ્યમથી, લાભાર્થી સંપૂર્ણ માહિતી મેળવી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ આર્ટિકલ દ્વારા તમને ટ્રેક્ટર સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ ઉપરાંત, તમે આ લેખ વાંચીને પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અરજી સંબંધિત માહિતી પણ મેળવી શકશો.
ટ્રેક્ટર સહાય યોજના 2024 વિષે સંપૂર્ણ માહિતી :
Complete Information About Tractor Sahay Yojana 2024 :
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી જેમાંથી એક ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં મદદ કરે છે. ટ્રેક્ટર ખેતી માટે ખુબ જરૂરી છે, પરંતુ તે મોંઘા હોવાથી કેટલાક ખેડૂતો ને પોષાય તેમ નથી અને તેમને ભાડું આપવું પડે છે, જેના માટે વધુ પૈસા ખર્ચ થાય છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપે છે. આ યોજનામાં ખેડૂતોને સરકાર દ્વારા 60000 હજાર સુધી ની પુરી પાડવામાં આવે છે.ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત સરકારના દ્વારા પૂરી પાડવામાં આવે છે. ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઓનલાઈન અરજી આઈ-ખેડુત પોર્ટલ દ્વારા કરવાની રહેશે.
ટ્રેકટર સહાય યોજનાનો ઉદ્દેશ્ય :
ટ્રેકટર સહાય યોજનાનો મુખ્ય પ્રાથમિક ઉદ્દેશ્ય રાજ્યના ખેડૂતોને ટ્રેકટર પર સબસીડી આપી આર્થિક રીતે મદદ કરવાનો છે. આનાથી ખેડુતો તેમના ખેતરોને અસરકારક રીતે ખેડવામાં મદદ કરે છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને વધુ નફો થાય છે. ટ્રેક્ટર સહાય યોજના દ્વારા ખેડૂતોને તેમનું કૃષિ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સબસિડી આપીને આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમની એકંદર આજીવિકાસમાં સુધારો કરવાનો છે.ટ્રેકટર સહાય યોજનાનો લાભ મેળવવા લાયકાત ધોરણ :
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- અરજદાર ખેડુત હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળશે.
- આ યોજનામાં પુનઃલાભ મેળવવાનો સમય ૧૦ વર્ષ નો રહેશે.
ટ્રેકટર સહાય યોજનામાં કેટલી સહાયની રકમ મળે :
ટ્રેક્ટર સહાય યોજના માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને ખર્ચનાં 50 % સુધી સહાય અથવા મહત્તમ રૂ.0.60 લાખ/એકમદીઠ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અને સામાન્ય અને અન્ય ખેડૂતોને ખર્ચના 40 % સુધી અથવા રૂ.0.45 લાખ/એકમદીઠ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.ટ્રેકટર સહાય યોજના માં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ :
ટ્રેકટર સહાય યોજનામાં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે :- આધારકાર્ડ
- બેંક પાસબુક
- જમીન ના ૭/૧૨ ૮અ ના ઉતારા
- રેશનકાર્ડ
- મોબાઈલ નંબર
ટ્રેકટર સહાય યોજના માં અરજી ફોર્મ કેવી રીતે ભરવું :
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતોના કલ્યાણ માટે ટ્રેકટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અરજી કરવા માટેની રીત નીચે મુજબ છે:- સૌ પ્રથમ, અરજદારે નિચે આપેલ વેબસાઈટ બટન પર ક્લિક કરી ટ્રેકટર સહાય યોજનાની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાર બાદ વિવિધ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ ખેતીવાડી યોજના પર ક્લિક કરો.
- તેના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડી યોજના ઓની યાદી જોવા મળશે જેમાં ટ્રેકટર યોજના પર ક્લિક કરવાની રહેશે.
- ત્યાર બાદ નવી અરજી નું ટેબ ખુલશે જેમાં અરજદારે માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે, અરજદારે માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે.
- ટ્રેકટર યોજના માટે તમારી અરજી સફળતા પૂર્વક થઈ ચુકી છે.
- અરજી સેવ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરી તેની પ્રિન્ટ લઈ લેવી.
ટ્રેકટર સહાય યોજનાની Offical વેબસાઈટ :
WEBSITEટ્રેકટર સહાય યોજનામાં ટ્રેકટર ની ખરીદી ક્યારે કરવી :
ખેડૂતે ટ્રેકટર સહાય યોજનામાં સહાય મેળવવા માટે ટ્રેકટર ની ખરીદી મંજુરી મળ્યા બાદ કરવાની રહેશે.ટ્રેકટર સહાય યોજનામાં અરજી કયાં કરાવવી :
ખેડૂતે ટ્રેકટર સહાય યોજનામાં સહાય મેળવવા માટે ની અરજી ઘરે બેઠા સ્માર્ટફોન દ્વારા જાતે પણ કરી શકે છે અથવા પંચાયત પર કરાવી શકે છે અથવા નજીક ઓનલાઇન સેન્ટર પર પણ કરાવી શકે છે.ટ્રેકટર સહાય યોજનામાં અરજી કર્યા બાદ ની પ્રક્રિયા :
ખેડૂતે ટ્રેકટર સહાય યોજનામાં સફળતા પૂર્વક અરજી કર્યા બાદ મંજુરી આપવામાં આવશે, મંજુરી મળ્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાની તાલુકા ખેતીવાડીની ઓફિસ પર અથવા ગ્રામ સેવક પાસે જમા કરાવવાના રહેશે.ટ્રેકટર સહાય યોજનામાં સહાયની રકમ ક્યારે જમા થાય :
દસ્તાવેજો રજુ કર્યા બાદ સરકાર ની નાણાકીય જોગવાઈ મુજબ અરજદાર ના બેંક ખાતા માં સહાયની રકમ જમા કરવામાં આવે છે.ટ્રેકટર સહાય યોજના ગુજરાતી સંપૂર્ણ માહિતી :
FAQ : ટ્રેકટર સહાય યોજના
Q. ખેડૂતે મંજુરી મળ્યા બાદ કેટલા સમયગાળા માં ડોક્યુમેન્ટ્સ રજુ કરવા જરૂરી છે?A. ખેડૂતે મંજુરી મળ્યા બાદ 30 દિવસ માં ડોક્યુમેન્ટ્સ રજુ કરવા જરૂરી છે?
Q. ટ્રેકટર સહાય યોજના સહાય યોજનાની Offical વેબસાઈટ કઈ છે?
A. ટ્રેકટર સહાય યોજનાની Offical વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
Q. ટ્રેકટર સહાય યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?
A. ટ્રેક્ટર સહાય યોજના માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને ખર્ચનાં 50 % સુધી સહાય અથવા મહત્તમ રૂ.0.60 લાખ/એકમદીઠ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અને સામાન્ય અને અન્ય ખેડૂતોને ખર્ચના 40 % સુધી અથવા રૂ.0.45 લાખ/એકમદીઠ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.
Q. એક વખત લાભ લીધા બાદ ટ્રેકટર સહાય યોજનામાં કેટલા સમય બાદ લાભ મળવા પાત્ર થાય છે?
A. એક વખત લાભ લીધા બાદ ટ્રેકટર સહાય યોજનામાં ૧૦ વર્ષ બાદ લાભ મળવા પાત્ર થાય છે?
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ટ્રેકટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે. Tractor Sahay Yojana વિશે Gujarati માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Join the conversation