દાડમ ક્રોપ કવર યોજના અંતર્ગત ખેડુતોને ક્રોપ કવર ખરીદવા પર મળશે સહાય, જાણો સંપુર્ણ માહિતી

દાડમ ક્રોપ કવર યોજના અંતર્ગત ખેડુતોને ક્રોપ કવર ખરીદવા પર મલશે સહાય, જાણો સંપુર્ણ માહિતી

દાડમ ક્રોપ કવર યોજના એ ખેડૂતોને દાડમની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા અને ગુણવત્તા વધારવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દાડમના છોડને ઢાંકવા માટે ખાસ પ્રકારના કવર મળે છે. આ કવર દાડમને ધૂળ, પવન, જંતુઓ અને અન્ય નુકસાનકારક તત્વોથી બચાવે છે.

આ આર્ટીકલમાં દાડમ ક્રોપ કવર યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

દાડમ ક્રોપ કવર યોજના

રાજ્યમાં બાગાયતી પાકમાં ખાસ કરીને ક્રોપ કવર પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી સહાય આપે છે. ખેતી કરતા ખેડૂતો સદ્ધર બને તે માટે તંત્ર સતત પ્રયાસો કરે છે. ત્યારે બાગાયત ખાતાની ક્રોપ કવર (દાડમ ક્રોપ કવર) યોજના હેઠળ સહાય મેળવવા માગતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું રહેશે.

દાડમ ક્રોપ કવર યોજના દાડમના ખેડૂતો માટે એક ખૂબ જ ઉપયોગી યોજના છે. આ યોજનાના કારણે ખેડૂતો દાડમની ખેતીમાં વધુ નફો મેળવી શકે છે. જો તમે દાડમની ખેતી કરો છો તો આ યોજનાનો લાભ ચોક્કસ લેવો જોઈએ.

દાડમ ક્રોપ કવર યોજનાના ફાયદા:

  • ઉત્પાદનમાં વધારો: ક્રોપ કવરના ઉપયોગથી દાડમનું ઉત્પાદન 30% સુધી વધી શકે છે.
  • ગુણવત્તામાં સુધારો: દાડમની ગુણવત્તામાં સુધારો થાય છે અને તેની બજારમાં વધુ માંગ રહે છે.
  • જંતુઓ અને રોગોથી રક્ષણ: ક્રોપ કવર દાડમને જંતુઓ અને રોગોથી બચાવે છે.
  • પાણીનો બચાવ: ક્રોપ કવર પાણીના બાષ્પીભવનને રોકે છે અને પાણીનો બચાવ કરે છે.
  • પરિવહન દરમિયાન નુકસાન ઓછું: ક્રોપ કવર દાડમને પરિવહન દરમિયાન નુકસાન થવાથી બચાવે છે.

દાડમ ક્રોપ કવર યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય:

HRT-2

  • યુનિટ કોસ્ટ: મહત્તમ રૂ. 35,000/- પ્રતિ હેક્ટર ખર્ચનો 50% કે મહત્તમ રૂ. 17,500/- પ્રતિ હેક્ટર સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • મર્યાદા: આ સહાય ખાતાદીઠ અને લાભાર્થીદીઠ, ઓછામાં ઓછું 0.20 હેકટર અને મહત્તમ 2.00 હેકટરના વાવેતર માટે જ આપવામાં આવશે.

HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

  • યુનિટ કોસ્ટ: મહત્તમ રૂ. 35,000/- પ્રતિ હેક્ટર ખર્ચનો 75% કે મહત્તમ રૂ. 26,250/- પ્રતિ હેક્ટર સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • મર્યાદા: આ સહાય ખાતાદીઠ અને લાભાર્થીદીઠ, ઓછામાં ઓછું 0.10 હેકટર અને મહત્તમ 2.00 હેકટરના વાવેતર માટે જ આપવામાં આવશે.

HRT-4(અનુસુચિત જાતિ માટે )

  • યુનિટ કોસ્ટ: મહત્તમ રૂ. 35,000/- પ્રતિ હેક્ટર ખર્ચનો 75% કે મહત્તમ રૂ. 26,250/- પ્રતિ હેક્ટર સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • મર્યાદા: આ સહાય ખાતાદીઠ અને લાભાર્થીદીઠ, ઓછામાં ઓછું 0.10 હેકટર અને મહત્તમ 2.00 હેકટરના વાવેતર માટે જ આપવામાં આવશે.

નોંધ: બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

દાડમ ક્રોપ કવર યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધારકાર્ડ
  2. બેંક પાસબુક
  3. 7/12, 8-અ ના ઉતારા
  4. રેશનકાર્ડ
  5. મોબાઈલ નંબર

દાડમ ક્રોપ કવર યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • ખેડૂત હોવું: તમે ખેતી કરતા હોવા જોઈએ.
  • દાડમની ખેતી કરતા હોવું: તમારી પાસે દાડમનાં વૃક્ષો હોવા જરૂરી છે.
  • જમીનનું કદ: તમારી પાસે ઓછામાં ઓછું 0.10 હેક્ટર અને વધુમાં વધુ 2.00 હેક્ટર જમીન હોવી જોઈએ.

દાડમ ક્રોપ કવર યોજના માટે મહત્વની તારીખો:

પોર્ટલ ખુલ્લું મૂકવાની તારીખ: 21/11/2024
અરજી કરવાની અંત્તિમ તારીખ: 20/12/2024

દાડમ ક્રોપ કવર યોજના પોર્ટલ/વેબસાઈટ :

આઈ ખેડૂત પોર્ટલ : https://ikhedut.gujarat.gov.in/
આઈ ખેડુત સ્ટેટસ તપાસવા : અહિ ક્લિક કરો.

દાડમ ક્રોપ કવર યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

  • I-Khedut પોર્ટલ ખોલો: તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલીને I-Khedut પોર્ટલની વેબસાઇટ લોગિન કરો.
  • બાગાયતી યોજનાઓ પસંદ કરો: હોમ પેજ પર તમને વિવિધ વિકલ્પો દેખાશે. તમારે "બાગાયતી યોજનાઓ" નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • યોજના પસંદ કરો: તમને બાગાયતની વિવિધ યોજનાઓની યાદી દેખાશે. તેમાંથી તમારે "દાડમ ક્રોપ કવર યોજના" પસંદ કરવાની રહેશે.
  • નવી અરજી કરો: યોજના પસંદ કર્યા બાદ, તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
  • માહિતી ભરો: આ ફોર્મમાં તમારે નીચેની માહિતી ભરવાની રહેશે:
  1. વ્યક્તિગત માહિતી: તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર વગેરે.
  2. બેંક માહિતી: તમારું બેંક ખાતું નંબર, IFSC કોડ વગેરે.
  3. મીનની માહિતી: તમારી પાસે જેટલી ખેતીની જમીન છે તેની વિગતો.
  • સેવ કરો: તમે બધી માહિતી ભરી લો પછી "સેવ" બટન પર ક્લિક કરો.
  • ચકાસણી કરો: સેવ કર્યા પછી એકવાર ફરીથી તમારી બધી માહિતી ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો "અપડેટ કરો" બટન પર ક્લિક કરીને સુધારો કરો.
  • અરજી સબમિટ કરો: બધી માહિતી સાચી હોય તો "સબમિટ" અથવા "કન્ફર્મ" બટન પર ક્લિક કરો.
  • પ્રિન્ટ લો: અરજી સબમિટ કર્યા પછી તમને એક પ્રિન્ટ બટન દેખાશે. તેના પર ક્લિક કરીને તમે અરજીની પ્રિન્ટ લઈ શકો છો.

દાડમ ક્રોપ કવર યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

દાડમ ક્રોપ કવર યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : દાડમ ક્રોપ કવર યોજના :

પ્રશ્ન-1 : દાડમ ક્રોપ કવર યોજના શું છે?

જવાબ : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી બાગાયતી યોજના

પ્રશ્ન-2 : દાડમ ક્રોપ કવર યોજનાનો લાભ કોણ લઈ શકે?

જવાબ : દાડમની ખેતી કરતા તમામ ખેડૂતો

પ્રશ્ન-3 : દાડમ ક્રોપ કવર યોજના માટે અરજી કયારે કરી શકાશે?

જવાબ : તા-21/11/2024 થી 20/12/2024 સુધીમાં

પ્રશ્ન-4 : દાડમ ક્રોપ કવર યોજનામાં કઈ વેબસાઈટ પર અરજી કરી શકાય?

જવાબ : આઈ ખેડૂત પોર્ટલ : https://ikhedut.gujarat.gov.in/

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં દાડમ ક્રોપ કવર યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.