પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 | Pm Awas Yojana Urban 2.0

પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઑનલાઇન ફોર્મ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને પોતાનું ઘર પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર ખરીદવા અથવા બનાવવા માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.

આ આર્ટીકલમાં પીએમ આવાસ યોજના અર્બન 2.0 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

પીએમ આવાસ યોજના અર્બન 2.0

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના શહેરી વિસ્તારોમાં તમામ નાગરિકોને સસ્તું આવાસ પ્રદાન કરવાનો છે અને આ યોજના 25 જૂન 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તે ખાસ કરીને ગરીબી અને ઓછી આવક ધરાવતા જૂથ અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવી છે.

PMAY નો મુખ્ય ધ્યેય 2022 સુધીમાં તમામ નાગરિકોને કાયમી ઘરની સુવિધા પૂરી પાડવાનો હતો. હવે આ યોજનાનું નવું સંસ્કરણ એટલે કે "પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0" તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં આવાસની અછતને દૂર કરવાનો છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની બીજી આવૃત્તિ શરૂ કરીને, કેન્દ્ર સરકારે લાભાર્થીઓને વ્યાજ સબસિડી આપવા માટે 147 ધિરાણ સંસ્થાઓ અને બેંકો સાથે કરાર કર્યો છે.

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 લઈને આવી છે. જેમાં લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. PMAY 2.0 ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 9 ઓગસ્ટ, 2024 ના રોજ શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ વર્ગના પરિવારો માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રતિ યુનિટ રૂ.2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. 85.5 લાખ થી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. આ યોજના ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે.

પીએમ આવાસ યોજના અર્બન 2.0ના મુખ્ય ઉદ્દેશો:

  • દરેકને ઘર: દેશના દરેક નાગરિકને પોતાનું ઘર મળે તે માટે પ્રયાસ કરવો.
  • શહેરી વિસ્તારોમાં ગરીબી ઘટાડવી: શહેરી વિસ્તારોમાં ગરીબી ઘટાડવામાં મદદ કરવી.
  • સ્વચ્છ અને સુરક્ષિત આવાસ: સ્વચ્છ અને સુરક્ષિત આવાસ પૂરા પાડવું.
  • શહેરી વિકાસને પ્રોત્સાહન આપવું: શહેરી વિકાસને પ્રોત્સાહન આપવું.
  • સ્વરોજગારને પ્રોત્સાહન: આ યોજના દ્વારા નિર્માણ ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઉભી થાય છે.
  • સમાજમાં સમાનતા લાવવી: આ યોજના દ્વારા સમાજમાં આવાસની સુવિધામાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

પીએમ આવાસ યોજના અર્બન 2.0ના મુખ્ય લાભો:

  • આર્થિક સહાય: ઘર બનાવવા માટે સરકારી સહાય
  • સબસિડી: લોન પર સબસિડી
  • લોન: ઘર ખરીદવા અથવા બનાવવા માટે લોન
  • ટેકનિકલ સહાય: ઘર બનાવવા માટે ટેકનિકલ સહાય

પીએમ આવાસ યોજના અર્બન 2.0 માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ
  2. સક્રિય બેંક ખાતું
  3. આધાર સાથે બેંક ખાતું લિંક હોવું જોઈએ
  4. રાશનકાર્ડ
  5. પાનકાર્ડ
  6. આવકનું પ્રમાણપત્ર
  7. જાતિનું પ્રમાણપત્ર
  8. જમીનના દસ્તાવેજો

પીએમ આવાસ યોજના અર્બન 2.0ના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • નાગરિકતા: અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • મકાન માલિકી: અરજદાર પાસે અગાઉથી પોતાનું મકાન ન હોવું જોઈએ.
  • અરજદારની વાર્ષિક આવક નીચેની શ્રેણીમાં હોવી જોઈએ:-
    • EWS લોકોની વાર્ષિક આવક રૂ. 3 લાખ સુધી
    • LIG લોકોની વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ સુધી
    • MIG લોકોની વાર્ષિક આવક 6 લાખથી 9 લાખ સુધી

પીએમ આવાસ યોજના 2.0 પોર્ટલ/વેબસાઈટ :

પીએમ આવાસ યોજના 2.0 પોર્ટલ : https://pmay-urban.gov.in/
આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 011-23060484

પીએમ આવાસ યોજના અર્બન 2.0 માં ઑનલાઇન અરજી કેવી રીતે કરવી:

  • વેબસાઇટની મુલાકાત: સૌથી પહેલા તમારે https://pmaymis.gov.in આ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • "Apply Now" બટન: આ વેબસાઇટ પર તમને "Apply Now" બટન મળશે. તેના પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ અને સંમતિ: આગળના પગલામાં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને સંમતિ ચેકબોક્સને ટિક કરવું પડશે. આનાથી સિસ્ટમ તમારી વિગતો ઓટોમેટિકલી ભરી શકશે.
  • અરજી ફોર્મ: આધાર કાર્ડ વેરિફિકેશન પછી તમારી સામે અરજી ફોર્મ ખુલશે. આ ફોર્મમાં તમારે નીચેની વિગતો ભરવાની રહેશે:
    • વ્યક્તિગત માહિતી
    • પરિવારની માહિતી
    • આવકનો પુરાવો
    • સરનામાનો પુરાવો
    • બેંક ખાતું વિગતો
    • અન્ય જરૂરી માહિતી
  • દસ્તાવેજો અપલોડ કરો: આ ફોર્મમાં જ તમારે જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનું પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાન કાર્ડ વગેરે અપલોડ કરવાના રહેશે. દરેક દસ્તાવેજની સાઇઝ અને ફોર્મેટ વિશેની માહિતી વેબસાઇટ પર આપેલી હશે.
  • સમીક્ષા અને સબમિટ: બધી માહિતી અને દસ્તાવેજો એકવાર ચકાસી લો અને પછી ફોર્મ સબમિટ કરો.

પીએમ આવાસ યોજના 2.0 માહિતી પોસ્ટર/ Photos :

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ પીએમ આવાસ યોજના 2.0 વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઑનલાઇન ફોર્મ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઑનલાઇન ફોર્મ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઑનલાઇન ફોર્મ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

પીએમ આવાસ યોજના 2.0 અરજી પત્રક Download:

યોજનામાં અરજી કરવા પીએમ આવાસ યોજના pdf download 2024 નીચે મુજબ છે.

પીએમ આવાસ યોજના 2.0 વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

પીએમ આવાસ યોજના 2.0 વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : પીએમ આવાસ યોજના અર્બન 2.0 :

પ્રશ્ન-1 : પીએમ આવાસ યોજના 2.0 શું છે?

જવાબ : ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આવાસ યોજના

પ્રશ્ન-2 : પીએમ આવાસ યોજના હેઠળ કોણ પાત્ર છે?

જવાબ : આર્થિક રીતે નબળા વર્ગ, ઓછી આવક ધરાવતા જૂથ તથા મધ્યમ આવક ધરાવતા જૂથના લોકો

પ્રશ્ન-3 : પીએમ આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

જવાબ : દરેક નાગરિકને પોતાનું ઘર પૂરું પાડવાનો

પ્રશ્ન-4 : પીએમ આવાસ યોજના 2.0 માટે સતાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ : સત્તાવાર વેબસાઇટ : https://pmay-urban.gov.in/

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પીએમ આવાસ યોજના અર્બન 2.0 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.