રેશનકાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત, ઘરે બેઠા કરો E-KYC
રેશન કાર્ડનું ઈ-કેવાયસી એ એક ઓનલાઈન પ્રક્રિયા છે જેના દ્વારા રેશન કાર્ડ ધારકનું આધાર કાર્ડ સાથે જોડાણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેથી કરીને રાશન વિતરણ પ્રણાલીને વધુ પારદર્શી અને કાર્યક્ષમ બનાવી શકાય.
આ આર્ટીકલમાં રેશનકાર્ડ ઈ-કેવાયસી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
ઘરે બેઠા કરો રેશનકાર્ડ ઈ-કેવાયસી
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ગુજરાત સહિત તમામ રાજ્યોના લાભાર્થી-વસ્તી રેશનકાર્ડને સાચા અને સમાન આધાર નંબરો માટે આધાર નંબર સાથે સીડ કરવા માટે સમયમર્યાદામાં 100% E-KYC પૂર્ણ કરવા માટે દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ અભિયાનમાં ભાગ લેવા અને ઈ-કેવાયસી કરાવવા વિનંતી કરી છે.રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ-કેવાયસી કરતી વખતે એરર આવે તો થોડીવાર બાદ ફરી પ્રયાસ કરો અથવા ઓટીપી ન આવે તો આધાર સાથે લિંક કરેલ નંબર સક્રિય છે કે નહીં તે ચેક કરો અને સક્રિય નંબર લિંક કરાવો.
રેશનકાર્ડ E-KYCના મુખ્ય ઉદ્દેશો:
- પારદર્શિતા: રેશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવી.
- સચોટ માહિતી: રેશનકાર્ડ ધારકોની સચોટ માહિતી મેળવવી.
- દુરુપયોગ અટકાવવો: ખોટા લોકોને રાશનનો લાભ મળતો અટકાવવો.
- ડુપ્લિકેટ કાર્ડ અટકાવવા: એક વ્યક્તિ એક જ રેશન કાર્ડ ધરાવે તેની ખાતરી કરવી.
- નવી યોજનાઓનો લાભ: નવી સરકારી યોજનાઓનો લાભ પાત્ર વ્યક્તિઓને આપોઆપ મળી રહે.
- ભ્રષ્ટાચાર ઘટાડવો: રાશન વિતરણ પ્રણાલીમાં ભ્રષ્ટાચાર ઘટાડવો.
રેશનકાર્ડ એ માટે જરૂરી દસ્તાવેજો:
યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.- આધારકાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
રેશનકાર્ડ E-KYC પોર્ટલ/એપ્લિકેશન :
My Ration એપ્લિકેશન : અહિ ક્લિક કરો.Aadhar Face RD એપ્લિકેશન : અહિ ક્લિક કરો.
રેશનકાર્ડ E-KYC ઓનલાઈન પ્રક્રિયા:
રેશનકાર્ડ E-KYC કરવા માટેની પ્રક્રિયા નિચે મુજબ છે.- My Ration એપ ડાઉનલોડ કરો: ગૂગલ પ્લે સ્ટોર પરથી My Ration એપ ડાઉનલોડ કરો અને તેને ઇન્સ્ટોલ કરો.
- મોબાઇલ નંબર વેરિફિકેશન: એપ ખોલીને તમારા રેશન કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા તેને વેરિફાય કરો.
- પ્રોફાઇલ સેટઅપ: તમારી પ્રોફાઇલ બનાવો અને તેમાં તમારું નામ, જન્મ તારીખ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
- આધાર EKYC વિકલ્પ પસંદ કરો: હોમ પેજ પર જઈને આધાર EKYC વિકલ્પ પસંદ કરો.
- આધાર ફેસ રીડર એપ ડાઉનલોડ કરો: એપ તમને આધાર ફેસ રીડર એપ ડાઉનલોડ કરવા માટે કહેશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
- સેલ્ફી લો: આધાર ફેસ રીડર એપ ખોલીને તમારી સેલ્ફી લો. ખાસ ધ્યાન રાખો કે તમારો ચહેરો ફ્રેમમાં સંપૂર્ણપણે આવવો જોઈએ અને આંખો સ્પષ્ટપણે દેખાવી જોઈએ.
- વેરિફિકેશન: એપ તમારા ચહેરાને તમારા આધાર કાર્ડની વિગતો સાથે મેચ કરશે. જો બધી વિગતો મેળ ખાય છે, તો તમારું EKYC સફળતાપૂર્વક પૂર્ણ થશે.
નોંધ: આધાર E-KYC કરવા માટે તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
રેશનકાર્ડ E-KYC માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ રેશનકાર્ડ E-KYC વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.

રેશનકાર્ડ E-KYC વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
રેશનકાર્ડ E-KYC વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ : રેશનકાર્ડ ઈ-કેવાયસી :
પ્રશ્ન-1 : E-KYC કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?
જવાબ : આધાર કાર્ડ,રેશનકાર્ડ અને મોબાઈલ નંબર
પ્રશ્ન-2 : જો મારી પાસે આધાર કાર્ડ ન હોય તો શું કરવું?
જવાબ : તમારે પહેલા આધાર કાર્ડ બનાવવું પડશે
પ્રશ્ન-3 : E-KYC કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : સરકાર દ્વારા અત્યારે 31/12/2024 અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે
પ્રશ્ન-4 : E-KYC કરાવવું ફરજિયાત છે કે મરજિયાત?
જવાબ : ફરજિયાત
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રેશનકાર્ડ ઈ-કેવાયસી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation