ઈ શ્રમ કાર્ડ યોજના | E Shram Card Yojana 2024
ઈ શ્રમ કાર્ડ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વની
યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારોનું
ડેટાબેઝ બનાવવાનો છે. આ ડેટાબેઝ દ્વારા સરકાર કામદારોને વિવિધ સરકારી યોજનાઓનો
લાભ આપી શકે છે.
આ આર્ટીકલમાં ઈ શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
ઈ શ્રમ કાર્ડ યોજના
આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિ શ્રમિક કાર્ડ અથવા "ઈ-શ્રમ કાર્ડ યોજના" માટે અરજી કરી શકે છે. આ અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષ પછી પેન્શન, મૃત્યુ વીમો, વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય સહાય જેવા લાભો મળી શકે છે. આ યોજના હેઠળ, લાભાર્થીઓને 12 અંકનો UAN નંબર મળશે જે સમગ્ર ભારતમાં માન્ય છે.શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ (NDUW) બનાવવા માટે ઈશ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જેને આધાર સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. તે અસંગઠિત કામદારોનો પ્રથમ રાષ્ટ્રીય ડેટાબેઝ છે જેમાં સ્થળાંતર કામદારો, બાંધકામ કામદારો, ગીગ અને પ્લેટફોર્મ કામદારો વગેરેનો સમાવેશ થાય છે.
ઈ શ્રમ કાર્ડ યોજનાના મુખ્ય ઉદ્દેશો:
- અસંગઠિત ક્ષેત્રના કામદારોનું ડેટાબેઝ બનાવવું: જેથી તેમને સરળતાથી ઓળખી શકાય અને તેમને મળતા લાભો સરળતાથી પહોંચાડી શકાય.
- સામાજિક સુરક્ષા પૂરી પાડવી: જેમ કે આકસ્મિક મૃત્યુ, અપંગતા વગેરે જેવી પરિસ્થિતિમાં આર્થિક સહાય.
- સરકારી યોજનાઓનો લાભ આપવો: જેથી કામદારોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી શકે.
- રોજગારની તકો પૂરી પાડવી: ડેટાબેઝની મદદથી કામદારોને નવી રોજગારની તકો શોધવામાં મદદ મળે છે.
- કામદારોનું સશક્તિકરણ: જેથી કામદારો પોતાના અધિકારો વિશે જાગૃત થાય.
ઈ શ્રમ કાર્ડ યોજનાના મુખ્ય લાભો:
- સંગઠિત ડેટાબેઝ: તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોનું એક સંગઠિત ડેટાબેઝ બનશે.
- સરકારી યોજનાઓનો લાભ: આ ડેટાબેઝના આધારે સરકાર કામદારોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપી શકે છે. જેમ કે, પેન્શન, આરોગ્ય વીમા, વગેરે.
- સમાજિક સુરક્ષા: કામદારોને સમાજિક સુરક્ષા મળશે.
- પારદર્શિતા: આ યોજના દ્વારા નોકરીની દુનિયામાં પારદર્શિતા આવશે.
ઈ શ્રમ કાર્ડ યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ:
આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને દર મહિને 3,000 રૂપિયા પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. તથા 2,00,000 રૂપિયા ના મૃત્યુ વીમા અને કામદારની આંશિક વિકલાંગતાના કિસ્સામાં 1,00,000 રૂપિયા ની નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
ઈ શ્રમ કાર્ડ યોજના માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- બેંક ખાતું નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
ઈ શ્રમ કાર્ડ યોજના માટે અરજી કેવી રીતે કરવી:
- તમે ઈ-શ્રમ કાર્ડ ઓનલાઇન અથવા ઑફલાઇન બનાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે તમારે સંબંધિત સરકારી વેબસાઇટ પર જવું પડશે અને જરૂરી માહિતી ભરવી પડશે.
- ઑફલાઇન અરજી કરવા માટે તમારે નજીકના સરકારી કાર્યાલયમાં જવું પડશે.
ઈ શ્રમ કાર્ડ યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :
- નાગરિકતા: તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
- વય: તમારી ઉંમર 16 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- રોજગાર: તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવા જોઈએ. જેમ કે ખેત મજૂર, ઘરકામની નોકરી, નાના વેપારી, હસ્તકલાકાર વગેરે.
- આધારકાર્ડ: તમારી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે.
- મોબાઇલ નંબર: તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોવો જોઈએ.
નોંધ: ઈ-શ્રમ કાર્ડ બનાવવું સંપૂર્ણપણે મફત છે.
ઈ શ્રમ કાર્ડ યોજના પોર્ટલ/વેબસાઈટ :
ઈ-શ્રમ કાર્ડ યોજના પોર્ટલ : https://eshram.gov.in/indexmainઆ યોજના માટે હેલ્પલાઇન નંબર : 14434
ઈ શ્રમ કાર્ડ યોજના માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ ઈ શ્રમ કાર્ડ યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.






ઈ શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
ઈ-શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :
FAQ : ઈ શ્રમ કાર્ડ યોજના :
પ્રશ્ન-1 : ઈ શ્રમ કાર્ડ યોજના કોના માટે છે?
જવાબ : અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારો માટે
પ્રશ્ન-2 : ઈ શ્રમ કાર્ડ માટે સતાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : સતાવાર વેબસાઈટ : https://eshram.gov.in/indexmain
પ્રશ્ન-3 : ઈ શ્રમ કાર્ડ યોજના માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ : ભારતનો કોઈપણ નાગરિક
પ્રશ્ન-4 : ઈ શ્રમ કાર્ડ મેળવવા અરજી ઓનલાઇન કરવાની રહેશે કે ઓફલાઈન?
જવાબ : ઓનલાઇન
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ઈ શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો ::
Join the conversation