પશુપાલકો માટે રાજ્ય સરકારે લાગુ કરી નવી યોજના, હવે માત્ર 100 રૂપિયાનુ પ્રીમિયમ ચુકવીને પશુને કરી શકશે વિમાથી સુરક્ષિત
પશુધન વીમા સહાય યોજના એ ખેડૂતો અને પશુપાલકો માટે એક અગત્યની
સરકારી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતો પોતાના પશુઓને અણધાર્યા બનાવો જેવા કે
બીમારી, અકસ્માત વગેરેથી થતા નુકસાન સામે સુરક્ષિત કરી શકે છે.
આ આર્ટીકલમાં પશુધન વીમા સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
પશુધન વીમા સહાય યોજના
રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજના હેઠળ, રાજ્યના પશુપાલકોને મળશે વધારાની સહાય. આ યોજનામાં પશુપાલકોએ વીમા કંપનીને પશુ દીઠ માત્ર 100 રૂપિયા નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જ્યારે બાકીની રકમ, જેમાં નેશનલ લાઈવ સ્ટોક મિશન (NLM) હેઠળની 85% સબસિડી તથા ઉપરાંતની બાકી રકમ છે, તે "પશુધન વીમા સહાય યોજના" હેઠળ ગુજરાત સરકાર વીમા કંપનીને ચૂકવશે. એક પશુપાલકને વધુમાં વધુ 3 પશુઓ માટે આ સહાય મળવાપાત્ર રહેશે.રાજ્યના કૃષિ કલ્યાણ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ પચાસ હજાર પશુપાલકોને યોજનાનો લાભ મળશે, આ વિસ્તારમાં પશુપાલન એ મુખ્ય વ્યવસાય હોવાથી અને પશુપાલકોને આર્થિક સહાયની જરૂરિયાત વધુ હોવાથી, આ વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી છે.
પશુધન વીમા સહાય યોજનાના મુખ્ય ઉદ્દેશો:
- ખેડૂતોની આર્થિક સુરક્ષા: પશુઓના મૃત્યુથી થતા નુકસાનને પૂરું કરવા.
- પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન: ખેડૂતોને પશુપાલન વ્યવસાયમાં રોકાયેલા રહેવા માટે પ્રેરિત કરવા.
- દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ: દેશની ખાદ્ય સુરક્ષામાં ફાળો આપવા.
- ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું: ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા.
- પશુ સંખ્યામાં વધારો: ખેડૂતોને પશુઓનું વધુ સારું સંવર્ધન કરવા માટે પ્રેરિત કરવા.
- ખેડૂતોને સ્વયંસંપૂર્ણ બનાવવા: ખેડૂતોની જીવનધોરણ સુધારવામાં મદદ કરવા.
પશુધન વીમા સહાય યોજનાના મુખ્ય લાભો:
- ઓછા ખર્ચે વીમો: પશુપાલકોને પોતાના પશુઓનો વીમો માત્ર રૂ.100/- જેટલા ઓછા પ્રીમિયમમાં કરાવી શકાશે.
- સરકારી સહાય: સરકાર વીમાના મોટા ભાગના ખર્ચને પોતે ઉઠાવશે, જેથી પશુપાલકોને આર્થિક બોજ ઓછો પડે.
- આર્થિક સુરક્ષા: અચાનક પશુના મૃત્યુ થવાથી થતું આર્થિક નુકસાન ઓછું થશે.
પશુધન વીમા સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો:
યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- પશુધન નોંધણી પ્રમાણપત્ર
- પશુ ચિકિત્સકનું પ્રમાણપત્ર
- પશુની વિગતો
પશુધન વીમા સહાય યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :
- રાજ્યના કાયમી રહેવાસી: આ યોજનાનો લાભ લેવા માટે તમારે ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે.
- પશુપાલક: તમારી પાસે પશુધન હોવું જરૂરી છે.
- આજીવન: યોજનામાં પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા આજીવન એક વખત છે.
પશુધન વીમા સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:
- I-Khedut પોર્ટલ ખોલો: તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલીને I-Khedut પોર્ટલની વેબસાઇટ ખોલો.
- પશુપાલન યોજનાઓ પસંદ કરો: હોમ પેજ પર તમને વિવિધ વિકલ્પો દેખાશે. તમારે "પશુપાલન યોજનાઓ" નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- પશુધન વીમા સહાય યોજના પસંદ કરો: તમને પશુપાલનની વિવિધ યોજનાઓની યાદી દેખાશે. તેમાંથી તમારે "પશુધન વીમા સહાય યોજના" પસંદ કરવાની રહેશે.
- નવી અરજી કરો: આ વિકલ્પ પસંદ કર્યા બાદ, તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
- માહિતી ભરો: આ ફોર્મમાં તમારે નીચેની માહિતી ભરવાની રહેશે:
- વ્યક્તિગત માહિતી: તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર વગેરે.
- પશુની માહિતી: તમારી પાસે કેટલા પશુ છે અને કેટલા પશુ પર વીમો લેવા માંગો છો તેની વિગતો.
- સેવ કરો: તમે બધી માહિતી ભરી લો પછી "સેવ" બટન પર ક્લિક કરો.
- ચકાસણી કરો: સેવ કર્યા પછી એકવાર ફરીથી તમારી બધી માહિતી ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો "અપડેટ કરો" બટન પર ક્લિક કરીને સુધારો કરો.
- અરજી સબમિટ કરો: બધી માહિતી સાચી હોય તો "સબમિટ" અથવા "કન્ફર્મ" બટન પર ક્લિક કરો.
- પ્રિન્ટ લો: અરજી સબમિટ કર્યા પછી તમને એક પ્રિન્ટ બટન દેખાશે. તેના પર ક્લિક કરીને તમે અરજીની પ્રિન્ટ લઈ શકો છો.
પશુધન વીમા સહાય યોજના માટે મહત્વની તારીખો:
પોર્ટલ ખુલ્લું મૂકવાની તારીખ: 14/11/2024અરજી કરવાની અંત્તિમ તારીખ: 13/12/2024
પશુધન વીમા સહાય યોજના પોર્ટલ/વેબસાઈટ :
આઈ ખેડૂત પોર્ટલ : https://ikhedut.gujarat.gov.in/પશુધન વીમા સહાય યોજના માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ પશુધન વીમા સહાય યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.

પશુધન વીમા સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ : પશુધન વીમા સહાય યોજના :
પ્રશ્ન-1 : પશુધન વીમા સહાય યોજના શું છે?
જવાબ : પશુપાલકોને પોતાના પશુઓનો વીમો કરાવવા માટે સરકાર સહાય આપે છે
પ્રશ્ન-2 : પશુધન વીમા સહાય યોજના હેઠળ પશુપાલકોએ કેટલું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે?
જવાબ : 100 રૂપિયા
પ્રશ્ન-3 : પશુધન વીમા સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
જવાબ : ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાના અને સીમાંત ખેડૂતો
પ્રશ્ન-4 : પશુધન વીમા સહાય યોજનામાં પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા કેટલી છે?
જવાબ : આજીવન એક વખત
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પશુધન વીમા સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
You may want to read this post:
Join the conversation