ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલુ કરવામાં આવી બાગાયતી યોજનાઓ, કઈ યોજનાઓ માટે અરજી થઈ ચાલું, જાણો સંપુર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલુ કરવામાં આવી બાગાયતી યોજનાઓ, કઈ યોજનાઓ માટે અરજી થઈ ચાલું, જાણો સંપુર્ણ માહિતી

બાગાયતી યોજનાઓ ખેડૂતોને ફળો, શાકભાજી અને અન્ય બાગાયતી પાકોનું ઉત્પાદન વધારવામાં મદદ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે.

આ આર્ટીકલમાં બાગાયતી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

બાગાયતી યોજનાઓ

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ikhedut પોર્ટલ પર બાગાયતી યોજનાઓ માં અરજીઓ ચાલું કરવામાં આવી છે. જે અંતર્ગત બાગાયતી પાક લેતા ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગ હેઠળ અવાર નવાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે બાગાયતી ખેતી યોજના જાહેર કરવામાં આવે છે. જેમાં બાગાયતી પાકોના ઉત્પાદન વધારવા, જૂના બગીચાઓ નાં નવસર્જન કરવા, પ્લાંટિંગ માટેની સામગ્રી માટે સહાય, શાકભાજીના પાક માટે સહાય અને વધુ ખર્ચ વાળી ખેતી માટે સહાય આપવામાં આવે છે. હાલના વર્ષ માટે ચાલુ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા બાગાયતી યોજનાઓ માં લાભ મેળવવા માંગતા ખેડુતો માટે ikhedut પોર્ટલ પર અરજીઓ ચાલું કરવામાં આવી છે, આ યોજનાઓ માં લાભ મેળવવા માંગતા ખેડૂતોએ તા.01/12/2024 થી 15/12/2024 સુધીમાં અરજી કરવાની રહેશે. સફળતાપૂર્વક અરજી કર્યા બાદ અરજદારે જરુરી ડોક્યુમેન્ટ સાથે જિલ્લા કચેરીએ અરજી જમા કરાવવાની રહેશે.

બાગાયત વિભાગ દ્વારા ચાલું કરાયેલ યોજનાઓનું લિસ્ટ:

નીચે મુજબના ઘટકોમાં તા. 1/12/2024 થી 07/12/2024 સુધી (દિન-07 માટે) અરજી કરી શકાશે.

  • અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ(૨૦૨૪-૨૫)
  • મિશન મધમાખી કાર્યક્રમ
  • કાલ્યા મંડપ ટામેટા/મરાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ(2024-25)
  • ટ્રેક્ટર (20 PTO HP સુધી)
  • શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
  • ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પેપર (35BHP થી વધુ) ઇલેક્ટ્રોસ્ટેટીક રસ્પ્રેયર
  • સરગવાની ખેતીમાં સહાય
  • ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સોંપર(20 BHP થી ઓછા) પ્લાસ્ટીક મલ્ય લેઇંગ મશીન
  • પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (12-16લી. વામતા)
  • મેન્યુઅલ સોથર- નેપસેક/ ફૂટ ઓપરેટેડ સોયર
  • પાવર નેપસેક સોપર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા) ખેતર પરના ગ્રેડીંગ, સોટિંગ, પૈકીંગ એકમ ઉભા કરવા સહાય
  • પાવર નેપસેક સોપર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પેયર (8-12 લી. ક્ષમતા)
  • કાપણીના સાધનો
  • સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
  • પ્રોસેસીંગના સાધનો
  • કંદ ફુલો
  • બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
  • ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ

નીચે મુજબના ઘટકોમાં તા. 01/12/2024 થી 15/12/2024 સુધી (દિન-15 માટે) અરજી કરી શકાશે.

  • આંબા તથા જામફળ, ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
  • વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
  • આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
  • ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આબા, જામફળ, દાડમ, લીંબુ માટે
  • કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ) નળાકાર સ્ટ્રક્ચર માટે
  • કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
  • નેટહાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
  • રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ 300 મે.ટન)
  • ટીસ્યુકાચર ખારેકની ખેતીમાં સહાય
  • સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સીસ્ટમ નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
  • ફ્રક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોટીંગ /ગ્રેડીંગ પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ / પૃથ્વયકરણ પ્રયોગશાળા)
  • પપૈયા- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કલ્પક્રમ
  • નાની નર્સરી (1 હે.)
  • ફળપાક પ્લાન્ટીંગ મટીરીપવામાં સહાય

બાગાયતી યોજનાઓ પોર્ટલ/વેબસાઈટ :

આઈ ખેડૂત પોર્ટલ : https://ikhedut.gujarat.gov.in/

બાગાયતી યોજનાઓમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

  • I-Khedut પોર્ટલ ખોલો: તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલીને I-Khedut પોર્ટલની વેબસાઇટ લોગિન કરો.
  • બાગાયતી યોજનાઓ પસંદ કરો: હોમ પેજ પર તમને વિવિધ વિકલ્પો દેખાશે. તમારે "બાગાયતી યોજનાઓ" નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • યોજના પસંદ કરો: તમને બાગાયતની વિવિધ યોજનાઓની યાદી દેખાશે. તેમાંથી તમારે "યોજના" પસંદ કરવાની રહેશે.
  • નવી અરજી કરો: યોજના પસંદ કર્યા બાદ, તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
  • માહિતી ભરો: આ ફોર્મમાં તમારે નીચેની માહિતી ભરવાની રહેશે:
  1. વ્યક્તિગત માહિતી: તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર વગેરે.
  2. બેંક માહિતી: તમારું બેંક ખાતું નંબર, IFSC કોડ વગેરે.
  3. જમીનની માહિતી: તમારી પાસે જેટલી ખેતીની જમીન છે તેની વિગતો.
  • સેવ કરો: તમે બધી માહિતી ભરી લો પછી "સેવ" બટન પર ક્લિક કરો.
  • ચકાસણી કરો: સેવ કર્યા પછી એકવાર ફરીથી તમારી બધી માહિતી ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો "અપડેટ કરો" બટન પર ક્લિક કરીને સુધારો કરો.
  • અરજી સબમિટ કરો: બધી માહિતી સાચી હોય તો "સબમિટ" અથવા "કન્ફર્મ" બટન પર ક્લિક કરો.
  • પ્રિન્ટ લો: અરજી સબમિટ કર્યા પછી તમને એક પ્રિન્ટ બટન દેખાશે. તેના પર ક્લિક કરીને તમે અરજીની પ્રિન્ટ લઈ શકો છો.

બાગાયતી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

બાગાયતી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : બાગાયતી યોજનાઓ :

પ્રશ્ન-1 : બાગાયતી યોજનાઓ માટે અરજી કયારે કરી શકાશે?

જવાબ : 1 ડિસેમ્બર 2024 થી 15 ડિસેમ્બર 2024

પ્રશ્ન-2 : બાગાયતી યોજનાઓ માટે કઈ વેબસાઈટ પર અરજી કરી શકાય?

જવાબ : આઈખેડુત પોર્ટલ

પ્રશ્ન-3 : બાગાયતી યોજનાઓ કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ : બાગાયત વિભાગ, ગુજરાત સરકાર

પ્રશ્ન-4 : બાગાયતી યોજનાઓ માટે કોણ અરજી કરી શકે?

જવાબ : ગુજરાત રાજ્યના ખેડૂતો

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં બાગાયતી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.