વ્હાલી દીકરી યોજના | Vahali Dikri Yojana [2024]
વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના સશક્તિકરણ અને તેમના
ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરવામાં આવેલી એક અગત્યની સરકારી યોજના છે. આ યોજના
હેઠળ દીકરીના જન્મથી લઈને તેના લગ્ન સુધીની વિવિધ તબક્કે આર્થિક સહાય પૂરી
પાડવામાં આવે છે.
આ આર્ટીકલમાં વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
વ્હાલી દીકરી યોજના
ગુજરાત સરકાર દ્વારા કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના નવા માર્ગો ખુલ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલી નવી કન્યા કેળવણી યોજના દીકરીઓના સર્વાંગી વિકાસ માટે એક નવો અધ્યાય ઉમેરશે. આ યોજના હેઠળ પાત્ર કન્યાઓને 1,10,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમને ત્રણ હપ્તામાં વહેંચવામાં આવશે, જેમાં ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000 રૂપિયા અને લગ્ન સમયે 1 લાખ રૂપિયાની નાણાકીય સહાયનો સમાવેશ થાય છે.આવી કલ્યાણકારી યોજનાઓ દેશના દરેક રાજ્યમાં ચલાવવામાં આવી રહી છે જેમાં કન્યા કેળવણીને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને સશક્તિકરણના માર્ગે જે પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે તેમના શિક્ષણ માટે અનેક પ્રકારની યોજનાઓનો લાભ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે દીકરીઓના શિક્ષણમાં કોઈ અડચણ ન આવે તે માટે સરકાર મદદ કરે છે. ગુજરાત સરકારની "વ્હાલી દીકરી યોજના" હેઠળ કન્યાઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં આવે છે અને શિક્ષણથી લઈને લગ્ન સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશો:
- દીકરીઓના જન્મદરમાં વધારો: આ યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાનો અને દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો છે.
- દીકરીઓનું શિક્ષણ અને સ્વાસ્થ્ય: દીકરીઓને શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડીને તેમનું સર્વાંગી વિકાસ કરવો.
- દીકરીઓનું સશક્તિકરણ: દીકરીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમનું સમાજમાં સશક્તિકરણ કરવું.
- બાળલગ્ન અટકાવવા: દીકરીઓના લગ્નની ઉંમર વધારીને બાળલગ્નને રોકવાનો પ્રયાસ
વ્હાલી દીકરી યોજનાના મુખ્ય લાભો:
- આર્થિક સહાય: દીકરીના જન્મ પર, શાળામાં પ્રવેશ પર, લગ્ન સમયે અને અન્ય વિશેષ સંજોગોમાં આર્થિક સહાય આપવામાં આવે છે.
- શિક્ષણ સુવિધાઓ: દીકરીઓને શિષ્યવૃત્તિ, પુસ્તકો અને સ્ટેશનરી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
- સ્વાસ્થ્ય સુવિધાઓ: દીકરીઓને આરોગ્ય તપાસ અને રસીકરણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ:
તબક્કા | સહાય |
---|---|
દીકરી ધોરણ 1 માં પ્રવેશ મેળવે | 4 હજાર |
દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે | 6 હજાર |
દીકરી 18 વર્ષેની વય પુર્ણ કરે | 1 લાખ |
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો:
યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.- આધાકાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતા નું આધારકાર્ડ
- માતા-પિતા નું લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- માતા-પિતા ની બેંક પાસબુક
- રેશનકાર્ડ
- અરજીપત્રક
વ્હાલી દીકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી:
- આ યોજના માં અરજી કરવા માટે તમારે નજીકના તાલુકા કચેરી અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કરવો પડશે. ત્યાં તમને અરજી ફોર્મ મળશે, જેને ભરીને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાના રહેશે.
- ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરી શકો છો.
વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :
- ગુજરાતની નાગરિક: લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યની નાગરિક હોવી જોઈએ.
- આવક મર્યાદા: દંપતીની વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- જન્મ તારીખ: દીકરીનો જન્મ તારીખ 01/08/2019 પછી થયો હોવો જોઈએ.
- સંતાનોની સંખ્યા: દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે.
નોંધ : તમારી નજીકની તાલુકા કચેરી અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કરીને પણ તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.
વ્હાલી દીકરી યોજના પોર્ટલ/વેબસાઈટ :
વ્હાલી દીકરી યોજના પોર્ટલ : https://wcd.gujarat.gov.in/વ્હાલી દીકરી યોજના માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ વ્હાલી દીકરી યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.




વ્હાલી દીકરી યોજના અરજી પત્રક Download:
આ યોજના માટેનું અરજી પત્રક નીચે મુજબ છે.
વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ: વ્હાલી દીકરી યોજના :
પ્રશ્ન-1 : વ્હાલી દીકરી યોજના શું છે?
જવાબ : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલ યોજના
પ્રશ્ન-2 : વ્હાલી દીકરી યોજના હેઠળ કેટલો લાભ મળે છે?
જવાબ : દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- ની સહાય
પ્રશ્ન-3 : વ્હાલી દીકરી યોજના યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : સતાવાર વેબસાઈટ : https://wcd.gujarat.gov.in/
પ્રશ્ન-4 : વ્હાલી દીકરી યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
જવાબ : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વ્હાલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation