દિવ્યાંગ બસ પાસ યોજના | Divyang Bus Pass Yojana
દિવ્યાંગ બસ પાસ યોજના એ એક સરકારી યોજના છે જે દિવ્યાંગ વ્યક્તિઓને જાહેર પરિવહનનો સુગમતાથી ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને મફત બસ પાસ આપવામાં આવે છે.
આ આર્ટીકલમાં દિવ્યાંગ બસ પાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
દિવ્યાંગ બસ પાસ યોજના
ગુજરાત સરકારના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા "દિવ્યાંગ બસ પાસ યોજના" ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ, ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ લોકોને એક સ્થળથી બીજાં સ્થળે મુસાફરી કરવા માટે 100% મફત દિવ્યાંગ બસ પાસ આપવામાં આવે છે. આ પાસની મદદથી, દિવ્યાંગો ગુજરાત રાજ્યની GSRTC બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે, જેના દ્વારા તેઓ ગુજરાતની અંદર કોઈપણ સ્થળે ફ્રીમાં પ્રવાસ કરી શકે છે."દિવ્યાંગ બસ પાસ યોજના" શરૂ કરવાનો મુખ્ય હેતુ ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓને વધુ અભ્યાસ, સારવાર, નોકરી-ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થાન પર સરળતાથી પ્રવાસ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
દિવ્યાંગ બસ પાસ યોજનાના મુખ્ય ઉદ્દેશો:
- ગતિશીલતા વધારવી: દિવ્યાંગોને જાહેર પરિવહનનો સરળતાથી ઉપયોગ કરવાની તક મળે છે.
- સમાવેશ વધારવો: દિવ્યાંગોને શિક્ષણ, રોજગાર જેવી તકો મળે છે.
- સમાજમાં સકારાત્મક વલણ લાવવું: દિવ્યાંગો પ્રત્યે સમાજનું વલણ સુધરે છે.
- જીવનની ગુણવત્તા સુધારવી: દિવ્યાંગો સ્વતંત્ર અને સુખી જીવન જીવી શકે છે.
દિવ્યાંગ બસ પાસ યોજનાના મુખ્ય લાભો:
- મફત બસ પાસ: ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે 100% મફત બસ પાસ આપવામાં આવે છે.
- GSRTC બસોમાં મફત મુસાફરી: આ પાસ દ્વારા દિવ્યાંગો ગુજરાત રાજ્યની હદમાં GSRTC ની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે.
- કોઈપણ જગ્યાએ મફત મુસાફરી: ગુજરાતના દિવ્યાંગો આ પાસની મદદથી રાજ્યની કોઈપણ જગ્યાએ મુક્ત રીતે મુસાફરી કરી શકે છે.
દિવ્યાંગ બસ પાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો:
યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.- આધારકાર્ડ
- રહેઠાણ નો પુરાવો
- ઉંમર નો પુરાવો
- અરજદારનો આખો ફોટો
- અરજદારની સહિ
- દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
દિવ્યાંગ બસ પાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી:
- ઈ સમાજ કલ્યાણ ની સત્તાવાર વેબસાઇટ પર જઈ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
- નજીકની જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં માંથી આ યોજનાનું ફોર્મ મેળવી તેને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં જમાં કરાવવાનું રહેશે.
દિવ્યાંગ બસ પાસ યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :
- ગુજરાત રાજ્યનું નિવાસી: લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- દિવ્યાંગતાનું પ્રમાણપત્ર: લાભાર્થી પાસે સરકાર દ્વારા માન્ય દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
- દિવ્યાંગતાનું પ્રમાણ: લાભાર્થી પાસે ઓછામાં ઓછા 40% દિવ્યાંગતા હોવી જોઈએ.
- દિવ્યાંગતાનો પ્રકાર: લાભાર્થીની દિવ્યાંગતા 21 પ્રકારની માન્ય દિવ્યાંગતામાંથી કોઈ એક હોવી જોઈએ.
દિવ્યાંગ બસ પાસ યોજના પોર્ટલ/વેબસાઈટ :
- દિવ્યાંગ બસ પાસ યોજના પોર્ટલ : https://esamajkalyan.gujarat.gov.in/
દિવ્યાંગ બસ પાસ યોજના માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ દિવ્યાંગ બસ પાસ યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.

દિવ્યાંગ બસ પાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
દિવ્યાંગ બસ પાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ : દિવ્યાંગ બસ પાસ યોજના :
પ્રશ્ન-1 : દિવ્યાંગ બસ પાસ યોજના શું છે?
જવાબ : દિવ્યાંગ વ્યક્તિઓને જાહેર પરિવહનનો સરળતાથી ઉપયોગ કરવા માટે મફત બસ પાસ આપવાની યોજના
પ્રશ્ન-2 : દિવ્યાંગ બસ પાસ યોજનાનો લાભ કોણ લઈ શકે?
જવાબ : દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતી દરેક વ્યક્તિ
પ્રશ્ન-3 : દિવ્યાંગ બસ પાસ માટે ઓનલાઈન કેવી રીતે કરી શકાય?
જવાબ : ઓનલાઈન અથવા ઑફલાઈન
પ્રશ્ન-4 : દિવ્યાંગ બસ પાસ યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : સત્તાવાર વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં દિવ્યાંગ બસ પાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation