ટ્રેક્ટર ટ્રેલર યોજના અંતર્ગત સરકાર આપે છે ખેડૂતોને ટ્રેકટર ટોલી પર સબસિડી, જાણો કેવી રીતે કરવી અરજી

ટ્રેક્ટર ટ્રેલર યોજના અંતર્ગત સરકાર આપે છે ખેડૂતોને ટ્રેકટર ટોલી પર સબસિડી, જાણો કેવી રીતે કરવી અરજી

ટ્રેક્ટર ટ્રેલર યોજના ખેડૂતોને ખેતીના કામમાં વધુ સરળતા અને કાર્યક્ષમતા લાવવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.

આ આર્ટીકલમાં ટ્રેક્ટર ટ્રેલર યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

ટ્રેક્ટર ટ્રેલર યોજના

આપણા રાજ્યના ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગના ખેડૂતો પાસે પોતાનું પરિવહન સાધન ન હોવાથી તેઓ ભાડે ગાડીઓ ભાડે લેવા મજબૂર બને છે. આના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ થાય છે અને તેમને ઓછા ભાવ મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે "કિસાન પરિવહન યોજના" શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને મધ્યમ કદના માલવાહક વાહનો ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આનાથી ખેડૂતો પોતાના ઉત્પાદનોને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે અને વધુ સારા ભાવ મેળવી શકશે. 2023-24માં શરૂ થયેલી આ કિસાન પરિવહન યોજના હવે 2024-25માં ટ્રેક્ટર ટ્રેલર ખરીદી માટે પણ વિસ્તારવામાં આવી છે. આ યોજના માટે વર્ષ 2024-25 માટેની ચાલુ બાબત હેઠળ ટ્રેક્ટર ટ્રેલર (ટ્રોલી) ઘટકનો સમાવેશ કરી રૂ.550 લાખ ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ યોજના હેઠળ મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેજ વાહન (ચાર પૈડા વાળા અને 600 કિ.ગ્રા. થી 1500 કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન) ખરીદવા માટે નાના, સિમાંત, મહિલા અને અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડૂતોને વાહનની કિંમતના 35% અથવા રૂ. 75,000/- બે માંથી ઓછુ હોય તે સરકાર આપશે. જ્યારે અન્ય ખેડૂતોને વાહનની કિંમતના 25% અથવા રૂ. 50,000/- બે માંથી ઓછુ હોય તે સરકાર આપશે.

ટ્રેક્ટર ટ્રેલર યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • સરળતાથી પરિવહન: ખેડૂતોને તેમના પાકને સરળતાથી બજાર સુધી પહોંચાડવામાં મદદ મળે છે.
  • વધુ સારા ભાવ: તેમના પાક માટે વધુ સારા ભાવ મળે છે.
  • ઓછો બગાડ: પાક બગડવાની સમસ્યા ઓછી થાય છે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો: તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
  • ખેતી ક્ષેત્રનો વિકાસ: ખેતી ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય છે.

ટ્રેક્ટર ટ્રેલર યોજનાના મુખ્ય લાભો:

  • ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો: આ યોજના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ કરે છે.
  • ખેતી ક્ષેત્રનો વિકાસ: આ યોજના ખેતી ક્ષેત્રને આધુનિક બનાવવામાં મદદ કરે છે અને ખેતી ઉત્પાદનમાં વધારો કરે છે.
  • ખાદ્ય સુરક્ષા: આ યોજના ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • ગ્રામીણ વિકાસ: આ યોજના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.

ટ્રેક્ટર ટ્રેલર યોજના માં અરજી કરવા માટે જરુરી દસ્તાવેજો:

યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધારકાર્ડ
  2. બેંક પાસબુક
  3. રેશનકાર્ડ
  4. 8-અ, 7/12 ના ઉતારા

ટ્રેક્ટર ટ્રેલર યોજનામાં સહાયની રકમ:

ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા રૂ.30000/- બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે.

ટ્રેક્ટર ટ્રેલર યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • ખેડૂત હોવું: તમારે ખેતી કરતા હોવું જોઈએ.
  • જમીન હોવી: તમારી પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
  • અન્ય યોજના: ચાલું વર્ષમાં અન્ય યોજનામાં લાભ મેળવેલ ન હોવો જોઈએ.
  • પુનઃલાભ: અરજદાર ને પુનઃલાભ 5 વર્ષ બાદ મળવા પાત્ર રહેશે.
  • ટ્રેકટર: અરજદારના નામે ટ્રેકટર હોવું ફરજિયાત છે.

ટ્રેક્ટર ટ્રેલર યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

  • I-Khedut પોર્ટલ ખોલો: તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલીને I-Khedut પોર્ટલ ખોલો.
  • ખેતીવાડી યોજનાઓ પસંદ કરો: હોમ પેજ પર તમને વિવિધ વિકલ્પો દેખાશે. તમારે "ખેતીવાડી યોજનાઓ" અથવા સમાન નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • ટ્રેક્ટર ટ્રેલર યોજના પસંદ કરો: તમને ખેતીવાડીની વિવિધ યોજનાઓની યાદી દેખાશે. તેમાંથી તમારે "ટ્રેક્ટર ટ્રેલર યોજના" પસંદ કરવાની રહેશે.
  • નવી અરજી કરો: આ વિકલ્પ પસંદ કર્યા બાદ, તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
  • માહિતી ભરો: આ ફોર્મમાં તમારે નીચેની માહિતી ભરવાની રહેશે:
  1. વ્યક્તિગત માહિતી: તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર વગેરે.
  2. બેંક માહિતી: તમારું બેંક ખાતું નંબર, IFSC કોડ વગેરે.
  3. જમીનની માહિતી: તમારી પાસે જેટલી ખેતીની જમીન છે તેની વિગતો.
  • સેવ કરો: તમે બધી માહિતી ભરી લો પછી "સેવ" બટન પર ક્લિક કરો.
  • ચકાસણી કરો: સેવ કર્યા પછી એકવાર ફરીથી તમારી બધી માહિતી ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો "અપડેટ કરો" બટન પર ક્લિક કરીને સુધારો કરો.
  • અરજી સબમિટ કરો: બધી માહિતી સાચી હોય તો "સબમિટ" અથવા "કન્ફર્મ" બટન પર ક્લિક કરો.
  • પ્રિન્ટ લો: અરજી સબમિટ કર્યા પછી તમને એક પ્રિન્ટ બટન દેખાશે. તેના પર ક્લિક કરીને તમે અરજીની પ્રિન્ટ લઈ શકો છો.

નોંધ: ડ્રો સિસ્ટમ નીકળી ગયેલ હોવાથી અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે.

ટ્રેક્ટર ટ્રેલર યોજના માટે મહત્વની તારીખો:

  • પોર્ટલ ખુલ્લું મૂકવાની તારીખ: 05/12/2024
  • અરજી કરવાની અંત્તિમ તારીખ: 11/12/2024

ટ્રેક્ટર ટ્રેલર યોજના પોર્ટલ/વેબસાઈટ:

આઈ ખેડુત પોર્ટલ : https://ikhedut.gujarat.gov.in/
આઈ ખેડુત સ્ટેટસ તપાસવા : અહિ ક્લિક કરો.

ટ્રેક્ટર ટ્રેલર યોજના માટે જરૂરી દસ્તાવેજો:

આ યોજનામાં મંજુરી મળ્યા બાદ રજુ કરવાના જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. સ્થળ ચકાસણી અહેવાલ
  2. આધારકાર્ડ
  3. બેંક પાસબુક
  4. રેશનકાર્ડ
  5. 8-અ, 7/12 ના ઉતારા
  6. ટ્રેક્ટર ટ્રેલર નું અસલી બિલ
  7. પૈસા ભર્યાની પાવતી
  8. અરજદાર સાથેના સાધનના ફોટા
  9. ટ્રેક્ટરની R.C બૂક
  10. જાતિનો દાખલો
  11. સંમતિ પત્રક (વારસાઈ હોય તો)

ટ્રેક્ટર ટ્રેલર યોજના માહિતી પોસ્ટર/ Photos:

ટ્રેક્ટર ટ્રેલર યોજના માટે ફાળવેલ જિલ્લાવાર લક્ષ્યાંક નીચે મુજબ છે.
ટ્રેક્ટર ટ્રેલર યોજના | tractor trailer yojana

ટ્રેક્ટર ટ્રેલર યોજના સરકારી ઠરાવ Download:

આ યોજનાના અમલીકરણ માટે સરકારી ઠરાવ નીચે મુજબ છે.

ટ્રેક્ટર ટ્રેલર યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

ટ્રેક્ટર ટ્રેલર યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : ટ્રેક્ટર ટ્રેલર યોજના :

પ્રશ્ન-1 : ટ્રેક્ટર ટ્રેલર યોજના શું છે?

જવાબ : ખેડુતો માટે ટ્રેક્ટર ટ્રેલર માં સહાય

પ્રશ્ન-2 : ટ્રેક્ટર ટ્રેલર યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

જવાબ : ગુજરાત રાજ્યના તમામ ખેડુતો

પ્રશ્ન-3 : ટ્રેક્ટર ટ્રેલર યોજના માટે પોર્ટલ ક્યારે ચાલું થશે?

જવાબ : તા-05/12/2024 સવારે 10:30 કલાકે

પ્રશ્ન-4 : ટ્રેક્ટર ટ્રેલર યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે

જવાબ : સત્તાવાર વેબસાઇટ : https://ikhedut.gujarat.gov.in/

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ટ્રેક્ટર ટ્રેલર યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.