સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાત | Soil Health Card Gujarat
સોઈલ હેલ્થ કાર્ડ યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતોને તેમની
જમીનની ગુણવત્તા વિશે જાગૃત કરવા અને ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવેલી એક
મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે, જેમાં
તેમની જમીનમાં કયા પોષક તત્વોની કમી છે અને કઈ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તેની વિગતવાર
માહિતી હોય છે.
આ આર્ટીકલમાં સોઈલ હેલ્થ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
સોઈલ હેલ્થ કાર્ડ યોજના
જમીનમાં રહેલા પોષક તત્વોના પ્રમાણ પર થી પાક ને જરૂરી પોષક તત્વો પુરા પડવાની ક્ષમતા કેટલી છે તેનું સચોટ ખ્યાલ મળે છે. કેટલા પોષક તત્વો રૂપે આપવામાં આવે છે તેનો ખ્યાલ મળે છે ને કેટલું ખાતર ગયું છે અને ક્યારેય ગુસ્સે તેની સચોટ જાણકારી મળે છે.આગળ દ્વારા જમીનમાં કયો પાક કઈ રીતે વધુ ફાયદાકારક નીવડશે તે પણ નક્કી કરી શકાય છે. ખારાપાટ અને જમીનમાં અક્ષર પ્રતિવરોધક ઘઉં થઈ શકે તેમજ જમીનમાં ડાંગરનો પાક સારો લઇ શકાશે.
ગોરાડું જમીનમાં કેળ, તમાકુ, બાજરી અને ઘઉં ઉગાડી શકાય. કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય. રેતાળ જમીનમાં દિવેલા, રાયડો કરી શકાય. મધ્યમ કાળી જમીનમાં મગફળી, તલ, જીરુનો પાક લઈ શકાય અને પ્રગતિશીલ ખેડૂતો વિસ્તરણ અધિકારી અને વૈજ્ઞાનિક પાસેથી માહિતી મેળવીને પોતાની સચોટ બુદ્ધિથી જૂની પડેલી જમીનમાં ઔષધિય પાક કુંવારપાઠું અથવા સફેદ મૂસળી અથવા બાગાયતી પાકોની ખેતી ખુબજ સારા પ્રમાણ માં કરી શકાય છે.
આ કાર્ડ માં ની તમામ વિગતો ખેડૂતોને 3 વર્ષ કરતાં વધુ ઉપયોગી હોવાથી તે એકદમ સચોટ અને કાર્ય સફળ પુરવાર થાય છે. માટે જ્યારે ખેડૂતોને તેમની જમીનનો નમૂનો લેવાનો હોય તો તેની નિયત પદ્ધતિ મુજબ જમીનમાં ઉપર નો કચરો સાફ કરીને જિગ્સો થી “વી” આકારનો ખાડો કરીને 10 થી 11 જગ્યાએથી નાના ટુકડા કાળજીપૂર્વક અને ક્વાટરીંગ પદ્ધતિ પ્રમાણે ભેગા કરીને લગભગ અડધો કિલો સેમ્પલ બેગ માં મુકવા.
સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના મુખ્ય લાભો:
- જમીનની ગુણવત્તા સુધારવી: જમીનનું નિયમિત પરીક્ષણ કરીને અને તેના આધારે ખાતરનો ઉપયોગ કરીને જમીનની ગુણવત્તા સુધારી શકાય છે.
- ઉત્પાદન વધારવું: જમીનની જરૂરિયાત મુજબ ખાતર અને પાકની પસંદગીારી શકાય છે.
- ખર્ચમાં ઘટાડો: બિનજરૂરી ખાતરનો ઉપયોગ ઘટાડવાથી ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે.
- પર્યાવરણનું રક્ષણ: ખાતરનો સંતુલિત ઉપયોગ કરવાથી પર્યાવરણનું રક્ષણ થાય છે.
સોઈલ હેલ્થ કાર્ડ માટે અરજી કયાં કરવી:
સોઈલ હેલ્થ કાર્ડ માટે અરજી કરવા માટે તમે તમારા નજીકના કૃષિ વિભાગની કચેરી, તાલુકા કચેરી અથવા કોમન સર્વિસ સેન્ટરમાં જઈ શકો છો. આ કચેરીઓમાં તમને અરજી ફોર્મ મળશે અને તમને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.સોઈલ હેલ્થ કાર્ડ યોજના પોર્ટલ/વેબસાઈટ :
સોઈલ હેલ્થ કાર્ડ યોજના પોર્ટલ : https://www.soilhealth.dac.gov.in/આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 011-24305591
સોઈલ હેલ્થ કાર્ડ યોજના માહિતી પોસ્ટર/ Photos :
સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ સોઈલ હેલ્થ કાર્ડ યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
સોઈલ હેલ્થ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
સોઈલ હેલ્થ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ : સોઈલ હેલ્થ કાર્ડ યોજના :
પ્રશ્ન-1 : સોઈલ હેલ્થ કાર્ડ યોજના શું છે?
જવાબ : તમારી જમીનમાં કયા પોષક તત્વોની કમી છે, કયા વધારે છે, અને કયો પાક વાવવાથી સારું ઉત્પાદન મળશે તેની માહિતી
પ્રશ્ન-2 : સોઈલ હેલ્થ કાર્ડ મફતમાં મળે છે?
જવાબ : હા, સોઈલ હેલ્થ કાર્ડ મફતમાં મળે છે
પ્રશ્ન-3 : જો મારી પાસે સોઈલ હેલ્થ કાર્ડ ન હોય તો શું થાય?
જવાબ : તમે યોગ્ય પાક અને ખાતરની પસંદગી કરી શકશો નહીં
પ્રશ્ન-4 : સોઈલ હેલ્થ કાર્ડ ક્યાંથી મેળવી શકાય?
જવાબ : તમારી નજીકની કૃષિ કચેરી અથવા કોમન સર્વિસ સેન્ટરમાંથી
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સોઈલ હેલ્થ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation