PM કિસાનનો 19મો હપ્તો આ તારીખે થશે ખેડૂતોના બેંક ખાતામાં જમા, જાણો સંપુર્ણ માહિતી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની એક મહત્વની યોજના છે જેનો મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં આર્થિક સહાય આપવામાં આવે છે.
આ આર્ટીકલમાં PM કિસાનના 19મા હપ્તા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
PM કિસાનનો 19મો હપ્તો
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે. અત્યાર સુધી આ યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. હવે ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ટુક સમયમાં આવવાનો છે.ભારત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના" ખેડૂતો માટે એક નવી આશાનું કિરણ બની છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000/-ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને 18મો હપ્તો આપ્યો છે. હવે કરોડો ખેડૂતો 19મા હપ્તાની ની રાહ જોઈ રહ્યા છે. તમારા ખાતામાં 19મા હપ્તાની રકમ ક્યારે આવશે તે અમે તમને જણાવીશું.
19મો હપ્તો ક્યારે રિલીઝ થશે:
સરકાર આ યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયાની રકમ આપે છે. ખેડૂતોને આ રકમ હપ્તામાં મળે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયાની રકમ ખેડૂતના ખાતામાં આવે છે. આ રકમ વર્ષમાં 3 વખત આપવામાં આવે છે. સરકાર ચાર ચાર મહિનાના ગાળામાં આ રકમ ખાતામાં આપે છે.સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે. હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે. 5 ઓક્ટોબર 2024ના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવી શકે છે.
E-KYC જરૂરી:
PM કિસાનના લાભો મેળવવા માટે E-KYC ફરજિયાત છે. જે ખેડૂતો E-KYC નથી કરાવતા તેઓ આ યોજનાના લાભોથી વંચિત રહેશે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો તમારે વહેલી તકે ઈ-કેવાયસી કરાવવું જરુરી છે.ઇ-કેવાયસીની પ્રક્રિયા એકદમ સરળ છે. ખેડૂતો આ પ્રક્રિયા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પરથી પૂર્ણ કરી શકે છે. ઇ-કેવાયસીની સાથે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી પણ કરાવવી પડશે. આ માટે ખેડૂતે જમીનના દસ્તાવેજો જોડવાના રહેશે. આ પછી અધિકારી દ્વારા જમીનનું ફિજિકલ રીતે વેરિફિકેશન કરવામાં આવશે.
PM કિસાન યોજના માં ઓનલાઇન e-KYC કરવાની રીત:
- સત્તાવાર વેબસાઇટ: સૌથી પહેલા તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
- e-KYC વિકલ્પ: વેબસાઇટ પર તમને e-KYCનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
- આધાર નંબર દાખલ કરો: ખુલ્લી વિંડોમાં તમારો આધાર નંબર સાચાકણે દાખલ કરો.
- OTP મેળવો: આધાર નંબર દાખલ કર્યા પછી, તમને OTP મેળવવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
- OTP દાખલ કરો: તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે OTPને ખાલી જગ્યામાં દાખલ કરો.
- સબમિટ કરો: બધી માહિતી સાચી હોય તેની ખાતરી કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
PM કિસાનના 19મા હપ્તા વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :
PM કિસાનના 19મા હપ્તા વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :FAQ: PM કિસાનનો 19મો હપ્તો :
પ્રશ્ન-1 : PM કિસાનનો 19મો હપ્તો ક્યારે આવશે?
જવાબ : જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં
પ્રશ્ન-2 : PM કિસાનના 19મા હપ્તા માટે E-KYC કરવું ફરજીયાત છે કે મરજિયાત?
જવાબ : ફરજીયાત
પ્રશ્ન-3 : જમીનની ચકાસણી કેવી રીતે થાય છે?
જવાબ : સરકારી અધિકારી દ્વારા તમારી જમીનનું ફિઝિકલ વેરિફિકેશન
પ્રશ્ન-4 : PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?
જવાબ : સત્તાવાર વેબસાઇટ: pmkisan.gov.in
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં PM કિસાનના 19મા હપ્તા વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.
Disclaimer :
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
Join the conversation