બીમા સખી યોજના | Bima Sakhi Yojana 2024

બીમા સખી યોજના | Bima Sakhi Yojana 2024

બીમા સખી યોજના એ ભારત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા અને દેશના વીમા ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સ્વરોજગારની તકો પૂરી પાડવાનો છે.

આ આર્ટીકલમાં બીમા સખી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

બીમા સખી યોજના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બીમા સખી યોજના નો શુભારંભ 9 ડિસેમ્બર 2024 ના રોજ હરીયાણાના પાણીપટમાં કરવામાં આવ્યો. જેનો ઉદ્દેશ 18 થી 70 વર્ષની વય જૂથની 1 લાખ ગ્રામિણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવી તેમજ તેમને નોકરીની તક અને નિશ્ચિત આવક પૂરી પાડવાનો છે. સરકારે આ યોજના માટે ₹100 કરોડનું પ્રારંભિક બજેટ ફાળવ્યું છે.

આ યોજનામાં લાભ લેતી મહિલાઓને "બીમા સખી" તરીકે ઓળખવામાં આવશે. આ "બીમા સખી" મહિલાઓ પોતાના વિસ્તારની અન્ય મહિલાઓને વીમો મેળવવામાં મદદ કરશે, જેના પરિણામે તેમને સ્વરોજગારી મેળવવાનો અવસર મળશે. PM મોદીએ આ યોજનાનો શુભારંભ કરીને, ગ્રામિણ વિસ્તારમાં મહિલાઓને આર્થિક સશક્તિ અને સ્વરોજગારી માટે એક મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે.

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા શરૂ કરેલી બીમા સખી યોજના 18 થી 70 વર્ષની વય ધરાવતી, ધોરણ 10 પાસ અને શિક્ષિત મહિલાઓને સશક્ત બનાવવા માટે છે. આ યોજના હેઠળ, LIC મહિલાઓને તાલીમ પ્રદાન કરશે, જે દરમિયાન તેમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કર્યા પછી, મહિલાઓ LICમાં "વીમા એજન્ટ" તરીકે કાર્ય કરી શકશે, જે તેમને શ્રેષ્ઠ આવકની તક પૂરી પાડે છે.

આ યોજના અંતર્ગત બેચલર પાસ મહિલાઓને LIC માં ડેવલપમેન્ટ ઓફિસર બનવાની તક પણ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ વિશેષ રીતે સંગઠનના વિકાસમાં યોગદાન આપી શકે છે. આ યોજના આર્થિક રીતે સશક્તિ અને સ્વરોજગારીના અવસરોને પ્રોત્સાહિત કરીને મહિલાઓના ભવિષ્યને પ્રગતિશીલ બનાવવા માટે બનાવવામાં આવી છે.

બીમા સખી યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • મહિલા સશક્તિકરણ: મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી.
  • વીમા જાગૃતિ: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વીમા વિશે જાગૃતિ ફેલાવવી.
  • રોજગારની તકો: મહિલાઓ માટે રોજગારની નવી તકો ઉભી કરવી.
  • સમાજમાં મહિલાઓની ભૂમિકા: સમાજમાં મહિલાઓની ભૂમિકા વધારવી.

બીમા સખી યોજનાના મુખ્ય લાભો:

  • આર્થિક સ્વતંત્રતા: વીમા એજન્ટ તરીકે કામ કરીને પોતાની અને પરિવારની આવક વધારવાની તક.
  • સમાજમાં માન: સમાજમાં મહિલાઓનું સ્થાન વધારવું અને તેમને માન-સન્માન અપાવવું.
  • વીમા જાગૃતિ: ગ્રામીણ વિસ્તારોમાં વીમા વિશે જાગૃતિ ફેલાવવી.
  • તાલીમ અને કૌશલ્ય વિકાસ: વીમા ક્ષેત્રમાં કામ કરવા માટે જરૂરી તાલીમ અને કૌશલ્યો મેળવવાની તક.
  • રોજગારની નવી તકો: મહિલાઓ માટે નવી રોજગારની તકો ઉભી કરવી.

બીમા સખી યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય:

  • ત્રણ વર્ષનું સ્ટાઇપેન્ડ: બીમા સખી યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ ત્રણ વર્ષ માટે નિયમિત સ્ટાઇપેન્ડ મળશે.
    • પ્રથમ વર્ષ: રૂ. 7,000 પ્રતિ માસ
    • બીજું વર્ષ: રૂ. 6,000 પ્રતિ માસ
    • ત્રીજું વર્ષ: રૂ. 5,000 પ્રતિ માસ
  • કુલ રકમ: ત્રણ વર્ષમાં કુલ રૂ. 2 લાખથી વધુની રકમ મળશે.
  • બોનસ કમિશન: આ સ્ટાઇપેન્ડ ઉપરાંત, મહિલાઓને વેચાયેલી પોલિસીઓ પર બોનસ કમિશન પણ મળશે.
  • 65% પોલિસી એક્ટિવ રહેવી જરૂરી: આ સ્ટાઇપેન્ડ મેળવવા માટે એક શરત એ છે કે દરેક વર્ષે વેચાયેલી પોલિસીઓમાંથી ઓછામાં ઓછી 65% પોલિસીઓ આગામી વર્ષના અંત સુધી એક્ટિવ રહેવી જોઈએ.
  • ઉદાહરણ: જો કોઈ મહિલાએ પ્રથમ વર્ષમાં 100 પોલિસીઓ વેચી હોય, તો તેમાંથી ઓછામાં ઓછી 65 પોલિસીઓ બીજા વર્ષના અંત સુધી ચાલુ રહેવી જોઈએ.

બીમા સખી યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  • ઉંમરનું પ્રમાણપત્ર
  • સરનામાનો પૂરાવો
  • 10મા ધોરણનું માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • તમામ દસ્તાવેજો પર ઉમેદવારની સહિ

બીમા સખી યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • માત્ર મહિલાઓ: આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે.
  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું 10મું પાસ હોવું જરૂરી છે.
  • ઉંમર: 18 થી 70 વર્ષની વચ્ચેની મહિલાઓ અરજી કરી શકે છે.

નોંધ: જે વ્યક્તિ પહેલાથી LIC એજન્ટ, કર્મચારી, પૂર્વ એજન્ટ કે સેવા નિવૃત્ત LIC અધિકારી હોય અથવા હાલમાં LIC એજન્ટ તરીકે કામ કરતી હોય તે વ્યક્તિ અથવા તેમના પરિવારના સભ્યો આ યોજનામાં ભાગ લઈ શકશે નહીં.

બીમા સખી યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

  • LICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: સૌપ્રથમ તમારે LICની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 પર જવું પડશે.
  • બીમા સખી માટે અહીં ક્લિક કરો: વેબસાઇટ પર થોડું સ્ક્રોલ કરતાં તમને ‘બીમા સખી માટે અહીં ક્લિક કરો’ તેના પર ક્લિક કરો.
  • વિગતો ભરો: આગળના પૃષ્ઠ પર તમને એક ફોર્મ દેખાશે. આ ફોર્મમાં તમારે નીચેની વિગતો ભરવાની રહેશે:
    • નામ: તમારું સંપૂર્ણ નામ
    • જન્મ તારીખ: તમારી જન્મ તારીખ
    • મોબાઈલ નંબર: તમારો મોબાઈલ નંબર
    • ઈમેલ આઈડી: તમારો ઈમેલ આઈડી
    • સરનામું: તમારું સંપૂર્ણ સરનામું
  • એલઆઈસી સાથેનો સંબંધ: જો તમે LICના કોઈપણ એજન્ટ, વિકાસ અધિકારી, કર્મચારી અથવા તબીબી પરીક્ષકને ઓળખો છો, તો તેની વિગતો અહીં ભરો.
  • કેપ્ચા કોડ ભરો અને સબમિટ કરો: સૌથી છેલ્લે તમને એક કેપ્ચા કોડ દેખાશે. તે કોડને નીચેની ખાલી જગ્યામાં ભરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

બીમા સખી યોજના પોર્ટલ/વેબસાઈટ :

બીમા સખી યોજના પોર્ટલ : https://licindia.in/test2
આ યોજના માટે હેલ્પલાઇન નંબર : +91-22-68276827

બીમા સખી યોજના માહિતી પોસ્ટર/ Photos :

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ બીમા સખી યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
બીમા સખી યોજના | Bima Sakhi Yojana 2024 બીમા સખી યોજના | Bima Sakhi Yojana 2024

બીમા સખી યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

બીમા સખી યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : બીમા સખી યોજના :

પ્રશ્ન-1 : બીમા સખી યોજના શું છે?

જવાબ : LIC ની એક યોજના, જેના દ્વારા મહિલાઓને વીમા એજન્ટ બનાવવામાં આવે છે

પ્રશ્ન-2 : બીમા સખી યોજનામાં જોડાવા માટે અરજી ક્યાં કરવી?

જવાબ : નજીકના LIC બ્રાન્ચમાં જઈને અથવા LICની વેબસાઇટ પર ઓનલાઇન

પ્રશ્ન-3 : બીમા સખી યોજનામાં લાભ મેળવવા મહિલાની ઉંમર મર્યાદા કેટલી છે?

જવાબ : 18 થી 70 વર્ષ

પ્રશ્ન-4 : બીમા સખી યોજના કોના દ્વારા તથા કયારે કરવામાં આવી?

જવાબ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા 9 ડિસેમ્બર 2024 ના રોજ

પ્રશ્ન-5 : બીમા સખી યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ : સત્તાવાર વેબસાઇટ : https://licindia.in/test2

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં બીમા સખી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.