પીએમ વિદ્યાલક્ષ્મી યોજના | Pm Vidyalaxmi Scheme [2024]

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના | Pm Vidyalaxmi Scheme [2024]

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે જેના દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરળતાથી શિક્ષણ લોન મળી શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

આ આર્ટીકલમાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક અગત્યની પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સરળ શરતો પર શૈક્ષણિક લોન મળે છે. ખાસ કરીને, આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેથી તેઓ આર્થિક સંકડાબંધીને કારણે પોતાનું શિક્ષણ અધૂરું ન છોડે.

કેન્દ્ર સરકાર દ્વારા "પીએમ વિદ્યાલક્ષ્મી યોજના" શરૂ કરવામાં આવી છે, જે હેઠળ વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયાનું લોન ગેરંટી અથવા ગીરો વગર આપવામાં આવશે. 6 નવેમ્બર 2024 ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી અને સાથે તે વિસ્તૃત કરવામાં આવી છે. આ યોજના દ્વારા અભ્યાસ માટે આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા 22 લાખ થી વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ દેશની 850 ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ લઈ શકશે.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • ગેરંટી વગરની લોન: આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ગેરંટી વગર લોન મળે છે, જેનાથી લોન લેવાની પ્રક્રિયા સરળ બની જાય છે.
  • ઓછું વ્યાજ દર: આ યોજના હેઠળ મળતી લોન પર અન્ય લોનની સરખામણીમાં ઓછું વ્યાજ દર હોય છે.
  • વ્યાપક કવરેજ: આ યોજના હેઠળ વિવિધ કોર્સ અને કોલેજો માટે લોન મેળવી શકાય છે.
  • ઓનલાઇન અરજી: આ યોજના માટેની અરજી ઓનલાઇન કરી શકાય છે જેનાથી સમયની બચત થાય છે.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાના મુખ્ય લાભો:

  • નાણાકીય સહાય: વિદ્યાર્થીઓને રૂ. 50,000 થી રૂ. 6.5 લાખ સુધીની શૈક્ષણિક લોન મળે છે.
  • તકોમાં વધારો: આ લોનની મદદથી ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળે છે.
  • ઓછું વ્યાજ દર: સરકારી અને ખાનગી બેંકો દ્વારા વિદ્યાર્થીઓને 10% થી 12% ના વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
  • લાંબી ચુકવણીનો સમયગાળો: વિદ્યાર્થીઓને લોન ચૂકવવા માટે 5 વર્ષ સુધીનો સમયગાળો આપવામાં આવે છે.
  • શિષ્યવૃત્તિની સુવિધા: લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને લોન સાથે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે.
  • શિક્ષણમાં સહાય: ઘણા પરિવારો કે જેઓ તેમની આર્થિક સ્થિતિને કારણે તેમના બાળકોને શિક્ષણ આપી શકતા નથી તેમને હવે તેમનું શિક્ષણ પૂર્ણ કરવાની તક મળશે.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધારકાર્ડ
  2. રહેઠાણનો પુરાવો
  3. આવકનું પ્રમાણપત્ર
  4. જાતિનું પ્રમાણપત્ર
  5. ધો-12 ની માર્કશીટ
  6. પાસપોર્ટ ફોટો

પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • ભારતીય નાગરિક: તમે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • પરીક્ષામાં માર્ક્સ: ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ.
  • માન્યતા પ્રાપ્ત સંસ્થામાં પ્રવેશ: તમે કોઈ માન્યતા પ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • આવકની મર્યાદા: આ યોજનામાં આવકની મર્યાદા હોય છે. જો કે, આ મર્યાદા કોર્સ અને કોલેજ પર આધારિત હોઈ શકે છે.
  • બેંક ખાતું: તમારું પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે.
  • જરૂરી દસ્તાવેજો: તમારે લોન માટે અરજી કરતી વખતે કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી:

  1. સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  2. હોમ પેજ પર તમને રજીસ્ટ્રેશનનો વિકલ્પ મળશે જેના પર ક્લિક કરીને તમારે એક નાનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
  3. હવે તમને એક રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આપવામાં આવશે જેની મદદથી તમે ફરીથી લોગીન કરી શકો છો.
  4. ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે અરજી કરવાનો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.
  5. તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે તમારી લોન મંજૂર કરવામાં આવશે.
  6. જ્યારે તમારી અરજી મંજૂર થશે ત્યારે તમને તેના વિશે ઈમેલ અથવા મોબાઈલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલ/વેબસાઈટ :

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલ : https://www.vidyalakshmi.co.in
આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 020-2567-8300

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માહિતી પોસ્ટર/ Photos :

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના | Pm Vidyalaxmi Scheme [2024] પીએમ વિદ્યાલક્ષ્મી યોજના | Pm Vidyalaxmi Scheme [2024] પીએમ વિદ્યાલક્ષ્મી યોજના | Pm Vidyalaxmi Scheme [2024] પીએમ વિદ્યાલક્ષ્મી યોજના | Pm Vidyalaxmi Scheme [2024]

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો :

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના :

પ્રશ્ન-1 : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શું છે?

જવાબ : વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લોનની સુવિધા માટે રચાયેલ સરકારી પહેલ

પ્રશ્ન-2 : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ કેટલી લોન મળવા લાયક છે?

જવાબ : રૂ. 50,000 થી રૂ. 6.5 લાખ સુધીની શૈક્ષણિક લોન

પ્રશ્ન-3 : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વ્યાજ દર શું છે?

જવાબ : 10% થી 12% વ્યાજ દર

પ્રશ્ન-4 : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોનની મુદત શું છે?

જવાબ : 5 વર્ષ

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.